દાહોદ રૂલર પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ અગ્રણીયો સાથે મીટીંગ યોજાઈ ઘરમાં રહી નમાજ પડવા કરી અપીલ

રિપોર્ટર.અજય.સાંસી

દાહોદ રૂલર પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ અગ્રણીયો સાથે મીટીંગ યોજાઈ ઘરમાં રહી નમાજ પડવા કરી અપીલ

દાહોદ માં વધતા સંક્રમણ ને ધ્યાને લઇ અને દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર ના માર્ગદર્શન હેઠળ કોરોનાં સંક્રમણ વધુ ન ફેલાય એવા હેતુસર આજરોજ દાહોદ ના મુસ્લિમ અગ્રણીયો સાથે દાહોદ રૂલર પોલીસ મથકે એક શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં દાહોદમાં મુસ્લિમ સમાજ ના અગ્રણીયો દાહોદ રૂલર પોલીસ મથકે આવી દાહોદ રૂલર પોલીસ સ્ટેશનના PSI મહેન્દ્રસિંહ ડામોર સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં PSI મહેન્દ્રસિંહ ડામોર દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ને જણાવવામાં આવ્યું હતું કે દાહોદમાં કોરોનાં સંક્રમણ ના કેસો વધુ પ્રમાણ માં નોંધાય છે ને કાલે ઈદ હોય તે સમયે ભીડભાડ હોવાના કારણે કોરોનાં સંક્રમણ ફેલાવવાનો ભય છે જેથી ને ઘરમાં રહી નમાજ પડવા જણાવ્યું હતું જેથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ એ દાહોદ રૂલર પોલીસ સ્ટેશનના PSI

ને આસ્વાસ્ન આપ્યું હતું અને ઘરમાં રહી નમાજ પડવા જણાવ્યું હતું