કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના કૃષિ હવામાનશાસ્ત્રનાં નિષ્ણાંતે જણાવ્યાનુસાર આ 17 થી 18 તારીખે વરસાદ પડી શકે..

ડાંગ:- મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના કૃષિ હવામાનશાસ્ત્રનાં નિષ્ણાત એસ.એન.ચૌધરી ના જણાવ્યા અનુસાર આ મહિનાની ૧૭ અને ૧૮ તારીખે પડી શકે છે વરસાદ

કોરોનાનો સામનો કરી રહેલા દેશના રાજ્યો હવે બીજો ખતરો અનુભવી રહ્યા છે. ભારતમાં વાવાઝોડું સક્રિય બન્યું છે અને તેને ટૌકતે નામ આપવામાં આવ્યું છે. આ ચક્રવાતને પહોંચી વળવા દેશના રાજ્યો એ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે કોરોના સંકટ વચ્ચે હવામાનના ચડાવ-ઉતાર ચાલુ છે. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદે લોકોનુ જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે.ત્યારે ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ના કૃષિ હવામાનશાસ્ત્રનાં નિષ્ણાત એસ.એન.ચૌધરીના જણાવ્યા અનુસાર ચક્રવાતના કારણે ડાંગ જિલ્લાના હવામાનમાં પણ અચાનક પલટો આવી શકે છે અને આ મહિનાની ૧૭ અને ૧૮ તારીખે વરસાદ આવવાની સંભાવના જણાવી છે જયારે ડાંગ જિલ્લામાં વરસાદ આવવાની સંભાવનાને લઈને ડાંગ ના ખેડુતોને ઉનાળુ ડાંગર કાપણી થયા બાદ પાકને અન્ય જગ્યાએ સલામત સ્થળે સંગ્રહ કરવો અને અડદ – મગ જેવા પાકોની કાપણી મુલતવી રાખવા માટે જણાવામાં આવ્યું છે સાથે ચોમાસાનું આગવુ આયોજન પણ મુલતવી રાખવા જણાવાયું છે, વધુમાં પાકોને લઈને પાક માં ખાતર હાલ પુરતું ખાતર ના નાખવુ, કેરીના ઝાડો ને ટેકો આપવો, પશુઓને ઝાડ નીચે ન બાંધવા વગરે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ દ્વારા જણાવાયું છે