નર્મદા જિલ્લામાં રવિવારે ૨૭ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ટેસ્ટિંગ માં સૂચક ઘટાડો

નર્મદા જિલ્લામાં રવિવારે ૨૭ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ટેસ્ટિંગ માં સૂચક ઘટાડો

જિલ્લાનો કુલ આંક ૩૮૭૭ એ પોંહોચ્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા માં એક પણ કેસ નોંધાયો નથી, નાદોદ તાલુકામાં ઉમરવા ૦૧, રસેલા ૦૧, ટંકારી ૦૧, ખુંટાઆંબા ૦૧, નવાપરા ૦૧, ભદામ ૦૧,વડીયા ૦૧, જેસલપુર ૦૧, ગામકુવા ૦૧, ટીંબી ૦૧, પ્રતાપનગર ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં સોનારીયા ૦૧, ગરુડેશ્વર ૦૧, કેવડીયા ૦૨, ખડગદા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં ખાટાસીતરા ૦૧, અગર ૦૧ તથા ડેડીયાપાડા માં મુંકાપાડા ૦૧, મોટા અલમાવાડી ૦૧, મોટા મંડાળા ૦૧, ઘોડી ૦૧, કોલીવાડા ૦૧ સાગબારા તાલુકામાં સેલંબા ૦૧, રોઝદેવ ૦૧, ઘનસેરા ૦૧ તેમજ સાગબારા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૭ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૭૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૪૫ દર્દી દાખલ છે આજે ૩૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૫૪૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૮૭૭ એ પહોચ્યો છે.આજે વધુ ૯૪૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.