ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવા ના સંકેતો સાથે વરસાદ પડવાની આગાહી

“જિલ્લા કક્ષાના અધિકારીઓ એ દરિયાઇ વિસ્તારમાં એલર્ટ ગ્રામ્ય વિસ્તાર અને રણ વિસ્તારમાં પણ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ”

પોરબંદર થી મહુવા વચ્ચેના વિસ્તારમાં વાવાઝોડા ફુકાશે એવા સંકેતો રાત્રે ના આઠ વાગ્યાથી ૧૧ વચ્ચે દરિયાકાંઠે લેન્ડફોલ શરૂ થશે વાવાઝોડા ઓકે 155 કે 165 કિમી/ કલાકની ઝડપે પવન ફૂંકાવા ના પણ સંકેતો સાથે સાથે વરસાદ થવાની સંભાવના રહી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે ત્યારે પોરબંદર દરિયા કિનારે ચાર નંબરનુ સિંગલ દૂર કરી અતિ ભયજનક સ્થિતિ દર્શાવતો 8 નંબરનું સિગ્નલ લાગ્યું છે.

હાલ ગુજરાતના દરિયાઇ વિસ્તાર અને રણ વિસ્તારમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સાવચેતીના પગલારૂપે ફરજ ના ભાગે પ્રજા હિત કામગીરીમાં વાવાઝોડા અંતર્ગત લાગી ગયા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને જાગૃત સજાગ રહેવા અપીલ સાથે સોશિયલ મિડીયા તેમજ સરપંચ  ગ્રામ પંચાયતો હસ્તે લોકોને જાગૃત કરી સજાગ રહેવાના સંદેશા આપવામાં આવી રહ્યા છે ત્યારે હાલ ગુજરાતમાં દરિયાઈ વિસ્તાર અને રણ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડાની આગાહી અંતર્ગત સાવચેતી લોકો રહે તેવી સૂચનો જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.