દેવગઢ બારીઆ પંથકમાં વાવાઝોડાની અસર વર્તાઈ

દેવગઢ બારીઆ પંથકમાં ગઈ કાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યા બાદ ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડયું હતું. સાંજના સમયે અચાનક કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી જવાં પામી હતી અને ગરમીથી લોકોએ ઠંડક નો અનુભવ કર્યો હતો. કમોસમી વરસાદ ને લીધે સુકો ઘાસચારો જેવા પાકને નુકસાન થયું હતું અને કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશયી થયાં હતાં.