ડાંગ જિલ્લામાં કોરોનાનાં:કેસોમાં ઘટાડો નવા 5 કેસ સામે 7 દર્દીઓને રજા અપાઈ

ડાંગ:- મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં ઘટાડો નોંધાયો-જિલ્લામાં આજરોજ 05 પોઝીટીવ નોંધાવાની સામે આજે 7 દર્દીઓને રજા અપાતા હાલે 52 કેસ એક્ટિવ…

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં મે મહીનામાં કોરોનાનાં કેસોમાં ઘટાડો નોંધાયો છે.ડાંગ જિલ્લામાં કોરોનાનાં સંક્રમણ ઉપર બ્રેક લાગતા ડાંગી જનજીવને રાહતનો શ્વાસ લીધો છે.ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ જિલ્લામાં પાંચ જેટલા પોઝીટીવ કેસો નોંધાયા હતા.ડાંગ જિલ્લામાં આજરોજ આહવા ખાતેનો 55 વર્ષીય અને 35 વર્ષીય પુરૂષ,કામદની 40 વર્ષીય મહિલા,તથા નાનાપાડા 36 અને 42 વર્ષીય પુરૂષનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 644 પર પોહચ્યો છે.જ્યારે અત્યાર સુધીમાં 592 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.તેમજ હાલની તારીખે 52 જેટલા એક્ટિવ કેસો હોય જે સારવાર હેઠળ રખાયા છે…

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....