ડાંગ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર ધીમી પડતા ડાંગી જનજીવને હાશકારો અનુભવ્યો…

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લાં 2 દિવસથી તાઉતે વાવાઝોડાની અસરનાં પગલે ઠેરઠેર જંગી નુકસાન થયાની વિગતો સાંપડી હતી.ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે ધીમી ધારનો સતત વરસાદ ચાલુ રહેતા કઠોળ સહિત કેરીનાં પાકને મોટાપાયે નુકસાન થયુ હતુ.જ્યારે આજરોજ બપોર સુધી ક્યાંક કમોસમી વરસાદનાં અમીછાંટણા બાદ વાવાઝોડાની ગતિ ધીમી પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

<પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગત 2 દિવસથી તાઉતે વાવાઝોડુનાં કારણે ભારે પવન ફૂંકાતા અનેક ગામડાઓમાં આદિવાસી જનજીવનનાં રહેણાકનાં ઘરનાં પતરા ઉડીને જમીનદોસ્ત થયા હતા.ડાંગી ખેડૂતોનાં ખેતીનાં પાકો સહિત ફળફળાદીમાં કેરીનાં ફળને જંગી નુકસાન થયુ હતુ.કોરોનાનાં કહેર વચ્ચે ભારે પવન સાથે ચાલુ થયેલ કમોસમી વરસાદનાં કારણે લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.જોકે આજરોજ બપોર બાદ  ક્યાંક કમોસમી વરસાદનાં અમી છાંટણાબાદ ખુલ્લુ આકાશ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ગતરોજ રાત્રી દરમિયાન ધીમી ધારે ચાલુ થયેલ કમોસમી વરસાદનાં કારણે ડાંગી ખેડૂતોનાં પાકને ભારે નુકશાન થયુ હતુ.કોરોનાની મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડાએ પણ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં નુકસાન કરતા જિલ્લા વહીવટી તંત્ર આ નુકસાનીનો ભોગ બનનાર આદિવાસીઓને વહેલી તકે વળતરની સહાય આપે તે જરૂરી બની ગયુ છે…

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....