હાલોલ:ધાબાડુંગરી ગામે મકાન પર દીવાલ પડતા માતા-પુત્રનું મોત,બાળકીનો આભાદ બચાવ.

પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

તૌક્તે વાવઝોડાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે હાલોલ તાલુકાના ધાબાડુંગરી ગામે મકાનની દિવાલ ધરાશયી થતાં મકાનમાં હાજર વૃદ્ધ માતા, તેમનો પુત્ર અને ૯ માસની બાળકી તેના કાટમાલ તળે દબાઈ ગયા હતાં. જેમાં ૨૩ વર્ષીય પુત્રનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે ૯ માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગેની જાણ હાલોલ પોલીસને થતાં, પોલીસે ઘટનાસ્થળે જઈ પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.


પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગત રોજ ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાને પગલે હાલોલ તાલુકાના ધાબાડુંગરી ગામે આવેલ નવાડ ફળીયામાં એક પતરાંવાળા મકાનની દિવાલ ધરાશયી થતાં, મકાનના ઢાળીયામાં રસોઈ બનાવતાં કાન્તાબેન દર્શનભાઈ રાઠવા, તેમનો પુત્ર દિલીપભાઈ દર્શનભાઈ રાઠવા ને તેની ૯ માસની બાળકી, ધરાશયી થયેલ દિવાલના કાટમાલ તળે દબાઈ ગયા હતા. જ્યારે બાજુમાં રાખેલ પોતાનું ગૌધન જોવા ગયેલ ઈસમે દિવાલને ધરાશયી થતાં જોતાં, ગ્રામજનોની મદદથી કાટમાલ હટાવીને જોતાં દિલીપભાઈ દર્શનભાઈ રાઠવાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે કાન્તાબેન ને ગંભીર ઈજાઓ થયેલ હોવાથી, વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે કાટમાલ નીચે ડબાયેલ ૯ માસની બાળકીનો અદ્ભુત બચાવ થયો હતો. જેના પરથી પુરવાર થાય છે કે “રામ રાખે તેને કોણ ચાખે” . સમગ્ર ઘટનાની જાણ હાલોલ પોલીસને થતાં, પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.


● ગત મંગળવારે આવેલ તૌક્તે વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ધમરોળ્યું હતું. ત્યારે હાલોલ તાલુકામાં મકાનની દિવાલ ધરાશયી થવાના બે બનાવ બન્યા હતાં, જેમાં ધાબાડુંગરી ખાતેની ઘટનામાં બે વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું, જ્યારે તાલુકાના ધરમપુરી ગામમાં દિવાલ ધરાશયી થતાં, સદનસીબે કોઈ જાનહાની થયેલ નહતી, પરંતુ તેના કાટમાલમાં ડબાયેલ એક અબોલ ગાયને ગંભીર ઈજાઓ થયેલ હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....