રાજપીપળા ના મહાવિદ્યાલય રોડ ઉપર આખલાઓ એ ભારે તોફાન મચાવ્યું

રાજપીપળા ના મહાવિદ્યાલય રોડ ઉપર આખલાઓ એ ભારે તોફાન મચાવ્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા મહાવિદ્યાલય રોડ ઉપર હાલ ફોર લેન રોડનો કામ ચાલી રહ્યું છે આજે સવારે વાવાઝોડા અને વરસાદી માહોલ વચ્ચે મહાવિદ્યાલય રોડ ઉપર બે આખલા આઓ તોફાને ચડ્યા હતા આખલાઓ લડતા લડતા ગુજરાત ગેસ પાઇપલાઇન નો કામ કરતા કર્મચારી ઉપર ખાડામાં ખાબક્યા હતા સદ્નસીબે સમય સૂચકતા વાપરીને ગુજરાત ગેસ નો કર્મચારી ખાડામાંથી બહાર નાસી જતાં કર્મચારીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો પ્રશ્ન રાહદારીઓ માટે માથાનો દુખાવો બન્યો છે થોડા સમય અગાઉ હરસિધ્ધિ માતા મંદિર પાસે એક  મોટરસાયકલ ચાલક યુવક ગાય જોડે ભટકાઈ જતા યુવકનું મોત થયું હતું.

એ સિવાય પણ રાજપીપળા જકાતનાકા પાસે એક વૃદ્ધને આખલાએ ભેટી મારતા ઇજાગ્રસ્ત વૃદ્ધ 15 દિવસની સારવાર પછી મોત પામ્યા હતા આમ જાહેર રોડ ઉપર રખડતા ઢોરો જીવલેણ પુરવાર થઈ ચૂક્યા છે છતાં પણ રાજપીપળા નગરપાલિકા આ બાબતે કોઈપણ જાતની નક્કર કામગીરી કરતી નથી જ્યારે કોઈ અકસ્માત કે ગમ ગુવાર બનાવ બને ત્યારે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે રાજપીપળા સ્ટેશન રોડ ટ્રાફિકના કારણે ભરચક રહેતું હોય છે એવામાં રસ્તા વચ્ચે ગાયોના ટોળા ટ્રાફિક માટે અવરોધરૂપ પુરવાર થાય છે અને વારંવાર નાના-મોટા અકસ્માતો ના બનાવ બનતા હોય છે ત્યારે રાજપીપળા નગરપાલિકા એ રખડતા ઢોરોનો પ્રશ્ન વહેલી તકે નિરાકરણ લાવે એ લોકોના હિતમાં છે.