વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦ હજાર ફૂડ પેકેટની રાહતસેવા

હાલ તૌક્તેત વાવાઝોડું અનેક લોકો માટે આફતરૂપ બન્યું છે ત્યારે સમાજસેવા માટે હંમેશા તત્પર રહેનાર બીએપીએસ સંસ્થાના રાજકોટ સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના સાનિધ્યમાં પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, પૂ. અપૂર્વમુનિ સ્વામી અને પૂ. અક્ષરયોગી સ્વામી દ્વારા હજારો જરૂરીયાતમંદ લોકો માટે ૧૦,૦૦૦ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.  બીએપીએસ સંસ્થા સમાજના દરેક કાર્યોમાં અગ્રેસર ભૂમિકા ભજવે છે. બીએપીએસ સંસ્થા સદાવ્રત, રાહત સેવા, સામાજીક, ધાર્મિક સહિતના સમાજ ઉદ્ધારકનું કાર્ય કરે છે. કુદરતી પ્રકોપ અને મહામારીના કપરાકાળમાં સમાજની સાથે રહેવાનું કાર્ય પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ થકી સંસ્થાના સંતો અને સ્વયંસેવકો દ્વારા ભારત સહિત અનેક જગ્યાએ થતું રહ્યું છે.

રાજકોટ મંદિરના સેવાભાવી પુરુષ-મહિલા સ્વયંસેવકોએ ૨૦૦૦ કિલો પૂરી અને ૨૦૦૦ કિલો શાકના ૧૦૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરી અનેરી સેવા-ભક્તિ અદા કરી હતી. આ તમામ ફૂડ પેકેટ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોના આબાલ વૃદ્ધ લોકો સુધી પ્રસાદ સ્વરૂપે પહોચાડવામાં આવ્યા હતા. સાથે મંદિરે કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને મંદિરના તમામ સંતો દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે રાહત સેવાની સાથે સર્વેના સુસ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....