પાનેલી – ઢાંક મા ઈમર્જન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ ની સરકાર સમક્ષ માગણી કરવામા આવી.

મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, પાસે ભાજપ પક્ષ ના જિલ્લા હોદેદારો દ્વારા લોક હીત મા એમ્બ્યુલન્સ માટે રજૂઆત.

ઉપલેટા તાલુકા ના ઢાંક,પાનેલી ગામ તથા આજુબાજુના વિસ્તારો માટે જીલ્લા ભાજપ પક્ષ ના હોદેદારો મનસુખ ભાઈ ખાચરિયા જિલ્લા અધ્યક્ષ, નાગદાન ભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રી, મનસુખ ભાઇ રામણી જિલ્લા મહામંત્રી, મનીષ ભાઇ ચાંગેલા, દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી પાસે લેખિત રજૂઆત કરી અને લોકો ને ઈમર્જન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ માંગણી કરવામા આવી છે.

અને જણાવેલ છે કે પાનેલી ગામ ૧૩૫૦૦ જન સંખ્યા ધરાવતું ગામ છે અને ઢાંક ૭૦૦૦ જન સંખ્યા ધરાવતુ ગામ છે. આ બન્ને ગામ અને આજુબાજુના વિસ્તારો ના ગામ ના લોકો ને ઈમર્જન્સી આરોગ્ય સેવા માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ મળતી ના હોવાથી લોકો ને મુશ્કેલી વેઠવી પડે છે. તેવી ગામ ના યુવા આગેવાનો દ્વારા રજૂઆત જિલ્લા ભાજપ હોદેદારો પાસે થયેલ હોવાથી જિલ્લા હોદેદારો એ આ રજૂઆત ને દયાને લઈને એમ્બ્યુલન્સ ની માગણી માટે લોક હીત મા સરકાર મા રજૂઆત કરી છે.

ઢાંક ગામ ના ભાજપ પક્ષ ના સ્થાનિક યુવા આગેવાનો ડો. જયેન્દ્ર સિંહ વાળા, સંજય લુણસીયા, ભરત લુણસીયા દ્વારા જીલ્લા ભાજપ સંગઠન પાસે ઈમર્જન્સી આરોગ્ય સેવા માટે એમ્બ્યુલન્સ માટે રજૂઆત કરવામાં આવી તે રજૂઆત ને દયાને લઈ ને જિલ્લા ભાજપ ના હોદેદારો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્ય મંત્રી સમક્ષ ઢાંક અને પાનેલી ને તાત્કાલિક ઈમર્જન્સી એમ્બ્યુલન્સ માટે લેખિત માંગણી સરકાર પાસે કરવામા આવી છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....