છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને ડેડીયાપાડા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને ડેડીયાપાડા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

. પરેશ બારીયા ,ડેડીયાપાડા : હરીકૃષ્ણ પટેલ , પોલીસ ( LOCAL CRIME BRANCH મહાનિરીક્ષક , વડોદરા વિભાગ તથા હિમકર NARMADA સિંહ , પોલીસ અધિક્ષક , નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા – ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને એ.એમ.પટેલ , પોલીસ ઇસ્પેક્ટર એલ.સી.બી.નાઓએ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવવા તથા નાસતા ફરતા આરોપીઓ અટક કરવાની સુચનાના પગલે અ.હે.કો. સુદેશભાઇ ગંભીરભાઈ બ.નં. ૬૬૭ એલ.સી.બી. નર્મદાનાઓને બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે.નો છેલ્લા દશ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો – ફરતો આરોપી મગનભાઇ ઉર્ફે મોગીયો કાલીદાસ વસાવા રહે . ઉમરાણ તા.ડેડીયાપાડા જી.નર્મદાનાનો સાગબારા પો.સ્ટે . ગુ.ર.નં. થર્ડ ૩૭૧/૨૦૧૧ પ્રોહી એક્ટ ૬૬ બી , ૬૫ એઇ , ૮૧ મુજબ ગુનાના કામે નાસતો ફરતો હોય જેને એલ.સી.બી. ટીમ મારફતે ડેડીયાપાડાના ઉમરાણ ગામેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી ગુનાના કામે સાગબારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો . પોલીસ અધિક્ષક, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં તમામ પ્રકારના ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સખત સુચનાના પગલે નર્મદા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને જેલ હવાલે કરવા પ્રયત્નશીલ છે .

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....