ઉમલ્લા નજીક ફોર વ્હિલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

ઉમલ્લા નજીક ફોર વ્હિલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

હરિપુરાના બસ સ્ટેન્ડ પાસેના મંદિરે દર્શન કરવા ગયેલ ઉચ્છબ ગામના આધેડનું કરુણ મોત થયુ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા વચ્ચે ધોરીમાર્ગ પર હરીપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ઉચ્છબ ગામના એક આધેડ વયના ઇસમનું અકસ્માતમાં મોત થયુ હતુ.ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નજીકના ઉચ્છબ ગામે રહેતા મણિલાલ મિસ્ત્રી એકટીવા ગાડી લઇને આજે સવારે હરીપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ મંદિરે દર્શન કરવા ગયા હતા,દરમિયાન મંદિરની સામેના રોડ પર એકટીવા લઇને પસાર થતાં હતા ત્યારે રાજપારડીથી ઉમલ્લા તરફ આવવાના રોડ પર રાજપારડી તરફથી આવતી એક ફોર વ્હિલ ગાડીના ચાલકે એકટીવા સાથે અકસ્માત સર્જતા એકટીવા ચાલક મણિલાલભાઇ એકટીવા સાથે રોડ પર ફંગોળાયા હતા.તેમને માથામાં તેમજ બન્ને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને ઉમલ્લા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા,જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.મૃતકના વડોદરા ખાતે નોકરી કરતા પુત્ર હિતેશકુમાર મણિલાલ મિસ્ત્રીએ આ અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....