અંજારની સીમમાં આવતી વાડીમાંથી મોટા પ્રમાણમાં ઇગ્લીશ દારૂનો જથ્થો પક્કી પાડતી અંજાર પોલીસ

 

 

રમેશ મહેશ્વરી દ્વારા

અંજાર કચ્છ :- અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા ઓનાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે અંજાર થી સાપેડા જતા રોડ પર એચ.પી.ના પેટ્રોલપંપ પાસેથી વળતા રસ્તે અંજાર સીમમાં આવેલ શાંતીલાલ શામજીભાઇ ડાંગર તથા તેના કાકાઇ ભાઇ મૂકેશ લખુભાઇ ડાંગર રહે,બંને સાપેડા તા.અંજાર વાળાઓની પોતાના કજા ભોગવટાની વાડીમા મનુભા વિઠુભા વાઘેલા રહે.પડાણા તા.ગાંધીધામ વાળાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી સચોટ બાતમી આધારે.

 

પો.ઇન્સ.એમ.એન.રાણા તથા સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સ્થાનીક જગ્યાએ રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂની પેટીઓ ૬૦૦ જેમાં વિદેશી દારૂની બોટલ નંગ ૭,૨૦૦ તથા એક મારૂતી અલ્ટો કાર તથા બે મો.સા તથા એક એક્સેસ તથા ત્રણ મોબાઇલ મળી આવેલ જે પકડાયેલ આરોપી,શાંતીલાલ ઉર્ફે પટેલ શામજીભાઇ ડાંગર (ઉ.વ .૪૫) રહે . સાપેડા તા.અંજાર

હાજર ન મળેલ આરોપી,( ૧ ) મનુભા વિઠુભા વાઘેલા રહે . પડાણા તા – ગાંધીધામ ( ૨ ) મૂકેશ લખુભાઇ ડાંગર રહે . સાપેડા તા.અંજાર વાળા પાસેથી કબજે કરેલ મુદામાલ,જુદી જુદી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલો નંગ- ૭,૨૦૦ કુલ્લ કિં . રૂ . ૨૫,૨૦,૦૦૦,( ૨ ) મોબાઇલ નંગ -૦૩ ની કિ.રૂ .૧૦૫૦૦,( ૩ ) મારૂતી સૂઝૂકી કંપનીની અલ્ટો એલ.એક્સ કાર જેના રજી.નં,જી.જે,૧૨એ.ઇ .૧૧૬ર,વાળીની કિ.રૂ .૧,૦૦,૦૦૦,( ૪ ) સૂઝૂકી કંપનીનું એક્સેસ મોપેડ જેના રજી.ન. જી.જે,૧૨ ઇ.જી .૯૧૨૬ વાળાની કિ.રૂ .૫૦,૦૦૦૦,( ૫ ) હિરો કંપનીનુ એચ.એફ ડીલક્ષ મો.સા. જેના રજી,નં,જી.જે,૧૨ ઇ.એચ .૭૦૫૯ વાળાની કિ.રૂ .૫૦,૦૦૦,( ૬ ) હિરો કંપનીનું સ્પલેન્ડર પ્લસ જેના પર નંબર પ્લેટ નથી જેના ચેચીસ નં . MBLHAR07XJ5417414 વાળા ની કિ.રૂ .૫૦,૦૦૦,કુલ્લે કિ.રૂ. ૨૭,૮૦,૫૦૦,મુદામ કબજે કરીને પકડાયેલ આરોપીને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરેલ.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....