દાહોદ જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટરો (CSC) દ્વારા લોકોની મદદ માટે ફ્રી માં કોવિડ-૧૯ વેક્સિન માટે રજીસ્ટ્રેશનની કામીગરી શરૂ કરવામા આવી

દાહોદ જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટરો (CSC) દ્વારા લોકોની મદદ માટે ફ્રી માં કોવિડ-૧૯ વેક્સિન માટે રજીસ્ટ્રેશનની કામીગરી શરૂ કરવામા આવી.

સરકાર દ્વારા કોવિડ-૧૯ સામે લડત માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા પણ લોકોની મદદ માટે ફ્રીમાં ઝાલોદ ગામમાં કોલીવાડામાં પણ સોહેલ ડિજિટલ પોઇન્ટ મારફતે ફ્રીમાં કામગીરી કરવામાં આવી કોવિડ-૧૯ વેક્સિન માટે રજીસ્ટ્રેશનની કામીગરી શરૂ કરવામા આવી છે.
દાહોદ જિલ્લાના દરેક ગામોમાં કાર્યરત ગ્રામ પંચાયતો સહિતના 1200 ઉપરાંત કોમન સર્વિસ સેન્ટરો (CSC) ઉપર પણ કોવિડ-19 ની વેક્સિન માટે લાભાર્થીઓના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતો સહિત તમામ CSC સેન્ટરો ઉપર વેક્સિન માટે તમામ લોકોના રજીસ્ટ્રેશન ફ્રી (મફત) માં કરી આપવામાં આવશે. એક મોબાઈલ નંબરથી ઘરના ચાર વ્યક્તિઓના રજીસ્ટ્રેશન કરવી શકાશે.
કોવિડ-19 વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈપણ એક કાર્ડ (પુરાવો) સાથે લાવવાનું રહેશે. જેના થકી કોવિડ-૧૯ વેક્સિન માટે રજીસ્ટ્રેશન થઈ શકશે

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....