રાજ્યમાં રાત્રી કર્ફ્યું દરમિયાન સરકાર દ્વારા સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ


નોવેલ કોરોના વાયરસ (COVID-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.

આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯.૦૪.૨૦૨૧ના હુકમ ક્રમાંક 40-3/2020-DM-I(A)થી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે.
૨. રાજ્યમાં COVID-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા. ૧૧.૦૫.૨૦૨૧ના હુકમ ક્રમાંક : વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨–A થી રાજયના ૩૬ શહેરોમાં તા.૧૮.૦૫.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ.જે ગૃહ વિભાગના સમાન ક્રમાંકના તા. ૧૭.૦૫.૨૦૨૧ના હુકમથી તા.૧૮.૦૫.૨૦૨૧ના રાત્રિના ૨૦:૦૦ કલાકથી તા.૨૧.૦૫.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ. ૩. રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયેલ છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતીની પુન: સમીક્ષા કરી તા.૧૭.૦૫.૨૦૨૧ના હુકમ ક્ર્માંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨–A થી મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ નિર્ણય કરવામાં આવેલ છે. ૪. રાજયના નીચે જણાવેલ ૩૬ શહેરોમાં તા.૨૧.૦૫.૨૦૨૧ના રાત્રિના ૦૮:૦૦ કલાકથી તા. ૨૮.૦૫.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવામાં આવે છે.

અનુ.નંબર શહેરનું નામ
૧ અમદાવાદ શહેર
૨ વડોદરા શહેર
૩ સુરત શહેર
૪ રાજકોટ શહેર
૫ ભાવનગર શહેર
૬ જામનગર શહેર
૭ જુનાગઢ શહેર
૮ ગાંધીનગર શહેર
૯ આણંદ શહેર
૧૦ નડિયાદ શહેર
૧૧ ગાંધીધામ શહેર
૧૨ ભુજ શહેર
૧૩ મોરબી શહેર
૧૪ પાટણ શહેર
૧૫ ગોધરા શહેર
૧૬ દાહોદ શહેર
૧૭ ભરૂચ શહેર
૧૮ સુરેન્દ્રનગર શહેર
૧૯ અમરેલી શહેર
૨૦ મહેસાણા શહેર
૨૧ હિમંતનગર શહેર
૨૨ પાલનપુર શહેર
૨૩ નવસારી શહેર
૨૪ વલસાડ શહેર
૨૫ પોરબંદર શહેર
૨૬ બોટાદ શહેર
૨૭ વિરમગામ શહેર
૨૮ છોટાઉદેપુર શહેર
૨૯ વેરાવળ – સોમનાથ શહેર
૩૦ ડીસા શહેર
૩૧ અંકલેશ્વર શહેર
૩૨ રાધનપુર શહેર
૩૩ વાપી શહેર
૩૪ મોડાસા શહેર
૩૫ કડી શહેર
૩૬ વિસનગર શહેર

રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
(૧) બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૩) રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી.
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
(૭) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૫. નિયંત્રણો:
(૧) રાત્રિ કર્ફયુ અમલમાં છે તેવા શહેરોમાં તા.૨૧.૦૫.૨૦૨૧ના ૦૬:૦૦ કલાકથી તા.૨૮.૦૫.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી નીચે મુજબના નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે છે.
A. તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૦૯:૦૦ કલાકથી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
B. રેસ્ટોરેન્ટ્સ સવારના ૯:૦૦ કલાકથી રાત્રિના ૮:૦૦ કલાક સુધી Take away અને Home deliveryની સુવિધા ચાલુ રાખી શકશે.
C. અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો , જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
D. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
E. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
F. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક,Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
G. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
H. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
I. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
J. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

૪(૧) આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઇ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.
1) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4) ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
5) શાકભાજી માર્કેટ તથા ફૃટ માર્કેટ ચાલુ રહેશે.
6) કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
7) અનાજ તથા મસાલા દળવાની ઘંટી
8) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
9) ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
10) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
11) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
12) પોસ્ટ અને કુરીયર સર્વિસ
13) ખાનગી સિક્યુરીટી સેવા
14) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
15) કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
16) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
17) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
18) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
19) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૫. આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
૬. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૭. સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓ/જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે.
૮ . આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.
આ હુકમના ભંગ બદલ ‘THE EPIDEMIC DISEASES ACT 1897’ અન્‍વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020’ ની જોગવાઇઓ, ‘THE INDIAN PENAL CODE’ની કલમ 188 તથા ‘THE DISASTER MANAGEMENT ACT’ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....