મોરબીના ધારાસભ્યએ કોરોના આરોગ્ય સેવા માટે રૂ દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવી


સરકારી હોસ્પિટલ માટે ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ પણ ખરીદાશે

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પંથકની કોરોના મહામારી વખતે દર્દીઓને ઉપયોગી થવાય તે હેતુથી એપ્રિલ માસમાં ૨૫ લાખ અને મેં માસમાં ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી હવે કોરોનાની ગતિ ધીમી પડી છે છતાં ત્રીજી લહેરને પહોંચી વળવા ધારસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી બાકી રહેતી ૧ કરોડણી ગ્રાન્ટ ફાળવી છે અને કોરોના માટે પોતાની સંપૂર્ણ દોઢ કરોડણી ગ્રાન્ટની ફાળવણી કરી છે.

જે ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલ માટે આઈસીયુ ઓન વ્હીલ એમ્યુલન્સ ખરીદાશે જેથી દર્દીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદ રીફર કરવાના હોય ત્યારે ઓક્સીજન અને આઈસીયુણી સુવિધા મળી રહે સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ૫ વેન્ટીલેટર, લીક્વીડ ઓક્સીજન ટેંક, ડ્યુરા ઓક્સીજન સીલીન્ડર ૧૦ નંગ, જમ્બો ડી ટાઈપ ઓક્સીજન સીલીન્ડર નંગ ૧૦૦ ગ્રાન્ટમાંથી લેવામાં આવશે.

વધુમાં મોરબી-માળિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સીજન કન્સેનટેટર, માળિયા સરકારી હોસ્પિટલ, જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્ર માટે સીલીન્ડર, મીની એમ્બ્યુલન્સ માટે આ ગ્રાન્ટ ફાળવી છે

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....