હાલોલ:રાધનપુર ગામે જુગારધામ પોલીસની રેડ, નવ જૂગારીઓ ઝડપાયા,પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત..

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે રાધનપુર ગામે રહેતો જીતેન્દ્ર પોચી પરસોતમ રાઠોડ તેમજ હાલોલ સ્ટેશન રોડ ખાતે રહેતો શકર પાતાજી મારવડી પાના પત્તાનો રાધનપુર ખાતે જીતેન્દ્ર પોચીના ઘર પાછળ ખુલામાં જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા ટોળે વળી જુગાર રમતા જુગરીઓમાં નાસભાગ મચી ગઇ હતી જેમાં પોલીસે સ્થળ પરથી 9 ખેલીઓની પાંચ મોટરસાયકલ એક કાર અને રોકડ રકમ મળી કુલ પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી જયારે જુગાર ચલાવતા સંચાલક જીતુ પોચી શકર સહિત કુલ 4 લોકો સ્થળ પરથી ફરાર થઇ જતાં પોલીસે 13 લોકો સામે જુગરધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.