ડાંગ જિલ્લામા નવ દર્દીઓને રજા અપાઈ : નવા સાત કેસ સાથે કુલ કેસ ૬૫૭ : એક્ટિવ કેસ ૪૬ :

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામા આજે સાત નવા કેસ નોંધાયા છે. જેની સામે નવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૬૫૭ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૬૧૧ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૪૬ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

એક્ટિવ કેસો પૈકી ૮ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, તથા ૩૮ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૬૫૪ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૭૦૨ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામા આજની તારીખે કુલ ૫૫ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૧૭૨ ઘરોને આવરી લઈ ૭૫૩ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૪૮ બફર ઝોન (એક્ટિવ)મા ૩૧૦ ઘરોને સાંકળી લઈ ૧૨૫૨ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૪૯ RT PCR અને ૯૯ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૪૮ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૪૯ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૯,૪૧૦ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૮,૭૦૪૯૭ નેગેટીવ રહ્યા છે.

વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૦૧ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૧૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૦૫૨ (૪૫+) ૪૮ ટકા નાગરિકો મળી કુલ ૩૫૦૭૨ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે જિલ્લામા આ અગાઉ આજદિન સુધી કુલ ૨૫ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

આજે નોંધાયેલા સાત પોઝેટીવ કેસોની વિગતો જોઈએ તો જિલ્લાના વઘઇ ખાતે બે કેસ, જ્યારે ભેંસકાતરી, સોડમાળ, માછળી, કરંજડા, અને મોહપાડા ગામે એક કેસ નોંધાયા છે.
<span;>-

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....