મોરબીના ત્રાજપર પાસે જુગાર રમતા ચાર મહિલા સહીત છ પત્તાપ્રેમીઓ ઝડપાયા


મોરબીના ત્રાજપર ચોરા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી ચાર મહિલા સહીત ૬ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના ત્રાજપર ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાંથી જુગાર રમતા પ્રવિણાબેન ઉર્ફે રાધા પ્રતાપભાઈ મિયાત્રા, મંજુબેન દિનેશભાઈ સુનરા, રસીલાબેન રાજેશભાઈ કોઠારિયા, રીનાબેન મનુભાઈ વરાણીયા, મનસુખભાઈ મગનભાઈ સુનરા અને પ્રકાશભાઈ મકવાણાને રોકડ રકમ રૂ.૬૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....