કોરોનાની મહામારી બાદ ડાંગ જિલ્લામાં  મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર એલર્ડ થયું

ડાંગ:- મદન વૈષ્ણવ
કોરોનાની મહામારી બાદ ડાંગ જિલ્લામાં  મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ દેખાતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.સાથે ડાંગ જિલ્લામાં આજરોજ કોરોનાનાં 07 જેટલા પોઝીટીવ કેસો નોંધાતા કુલ આંકડો 657 પર પોહચ્યો છે.. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાનાં સંક્રમણમાં ઘટાડો નોંધાતા વહીવટી તંત્ર સહિત જનજીવને હાશકારો અનુભવ્યો હતો.તેવામાં ગતરોજ મ્યુકરમાઈકોસીસ નામની ગંભીર બીમારીનો એક કેસ ડાંગ જિલ્લામાં દેખાતા તંત્ર દોડતુ થયુ હતુ. ડાંગ જિલ્લાનાં દગડપાડા ગામે રહેતા મનોજભાઈ નિકુળીયાને મ્યુકરમાઈ કોસીસ નામની ગંભીર ફંગલ ચેપવાળી બીમારી નીકળતા  તેમનો પરિવાર ચિંતામાં મુકાયો હતો.આ જીવલેણ બીમારીનો ઈલાજ હાલમાં માત્ર અમદાવાદ, વડોદરા અને સુરતની હોસ્પિટલમાં જ થાય છે.જેના પગલે આ દર્દીનો પરિવાર વિકટ પરિસ્થિતિમાં મુકાયો હતો.ડાંગ જિલ્લામાં મ્યુકરમાઈકોસીસ નો પ્રથમ કેસ નીકળ્યાની જાણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને થતા તેઓએ તુરંત જ આ દર્દીનાં સારવાર માટે ડાંગ જિલ્લા સંગઠનનાં પ્રભારી પ્રફુલ પાનશેરીયાને જાણ કરી હતી.અહી ડાંગ જિલ્લા પ્રભારી પ્રફુલ પાનશેરીયા તથા ડાંગ ભાજપા સંગઠનનાં પ્રમુખ દશરથભાઈ પવારે આ પ્રથમ મ્યુકરમાઈકોસીસનાં દર્દીને ડાંગ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર તેમજ દવાની જવાબદારી લેતા આ દર્દીનાં પરિવારજનો સહિત ડાંગવાસીઓએ ડાંગ ભાજપા સહિત પ્રદેશ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં ડાંગ જિલ્લામાં આજરોજ નવા 07 જેટલા પોઝીટીવ કેસો સામે આવતા કુલ આંકડો 657 પર પોહચ્યો છે.ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી.સી ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતેનો 58 અને 34 વર્ષીય પુરૂષ,ભેંસકાતરીનો 32 વર્ષીય પુરૂષ,સોડમાળની 51 વર્ષીય મહિલા,માછળીનો 31 વર્ષીય પુરૂષ,કંરજડાનો 64 વર્ષીય વૃદ્ધ,મોહપાડાની 31 વર્ષીય યુવતીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....