ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂનો સમય બદલાયો

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે. કેસ ઓછા થવાના કારણે સરકાર પણ ધીમે ધીમે બધી છૂટછાટ આપી રહી છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રીએ નાઈટ કર્ફ્યૂના સમયના રાહતનું એલાન કર્યું.

હવેથી રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ આઠ વાગ્યાના બદલે નવ વાગ્યે લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી રહેશે. સવારના 3 વાગ્યા સુધી સરકારે દુકાનો તથા રેસ્ટોરન્ટ સહિતને ખુલ્લી રાખવા માટે છૂટ આપી છે જેમાં કોમ્પલેક્ષમાં આવેલ દુકાનો પણ ખુલ્લી રહી શકશે