મેઘરજ તાલુકાના જીપતુર ગામે વીજતાર ભેગા થવા અંગે કમ્પ્લેન નોંધાયા દસ દિવસ થયાં છતાં કોઈ વિજકર્મી ફરકતું નથી

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકાના જીપતુર ગામે વીજતાર ભેગા થવા અંગે કમ્પ્લેન નોંધાયા દસ દિવસ થયાં છતાં કોઈ વિજકર્મી ફરકતું નથી

પવન ના કારણે તાર ભેગા થતા ડી પી ના ફ્યુજ અને દિવાબરી જતા વીજ ઉપકરણોમાં ફોલ્ટ સર્જાય છે

અરવલ્લી જિલ્લામાં વીજ તંત્ર ગોરનિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જેમાં ગણી વાર વિજતંત્ર ની બેદરકારી ને પગેલે ઘણું નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે અને ભોગવવું આમ આદમીને પડતું હોય છે ત્યારે વાત કરવામાં આવેતો 28 એપ્રિલના રોજ આવેલ વાવાઝોડામાં કેટલાય વિસ્તારમાં નુકશાન થયું હતું જેમાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાના કારણે કેટલાક વીજપોલ ધરાશય થયાં હતા ત્યારે જીતપુર ખાખરીયા ગામે 28 એપ્રિલ ના રોજ આવેલ વાવાઝોડાના કારણે ત્રણ વિજપોલ ધરાશય થયા હતા ત્યારે વીજતંત્ર દ્વારા બે દિવસ બાદ વીજપોલ ઉભા કરાયા હતા પરંતુ આ વીજપોલ ઉભા કર્યા બાદ વીજપોલ ના તાળ ખેંચવામાં આવ્યા તો હતા પરંતુ તેમાં ક્યાંક ઢીલાશ જેવું કામ જોવા મળ્યું હતું અને જેના કારણે વિજપોલના તાળ પવન ને કારણે અવારનવાર અડતા હોય છે જેના કારણે વિજપુરવઠાની ડીપી ના ફ્યુજ અને દિવાબરી જતા હોય છે ત્યારે આ બાબતે મેઘરજ મુકામે વિજતંત્રને જાણ કરવામાં આવી હતી જેમાં ત્યાથી જવાબ મળેલ કે તમે કમ્પ્લેન નોંધાવો ત્યાર બાદ જાગૃત નાગરિક તરીકે ફરિયાદ નોંધાવા મેઘરજ જી ઈ બી ખાતે લેંડલાઇન પર કોલ કરતા બંધ આવેલ ત્યાર બાદ ત્રણ દિવસ બાદ ફરી પવન ને કારણે તાળ ભેગા થતા ડીપી ના ફ્યુજ અને દિવા બળી ગયા હતા ત્યારે મેઘરજ મુકામે 19 મે ના રોજ ફરી ફોન કરી જાગૃત નાગરિક દ્વારા કમ્પ્લેન નોંધાવેલ ત્યારે એ દિવસે બે વાર ફોલ્ટ થતા સાંજના સમયે મોટરનું કેબલ મીટરમાંથી બળી ગયેલ ત્યારે ફરીથી સચીનભાઈ સુથારને રજૂઆત કરતા એમને એવું કહ્યું કે માણસો રેલ્લાવાડા બાજુ કામમા છે અને હાલ સાંજનો સમય છે માટે તાળ ખેંચાશે નઈ પરંતું લાઈટ થાય એવું કરી આપશે અને બીજા દિવસે તાળ ખેંચી સરખું કરી દેશું તેવો જવાબ મળેલ પરંતુ કમ્પ્લેન નોંધવ્યા છતાં દસ દિવસ થવા આવ્યા છતાં તંત્ર દ્વારા હજુ તાળ ખેંચવામાં આવ્યા નથી જાણે તંત્ર મોટી ઘટના બને તેની રાહ જોઈ બેસી રહ્યા હોય તેવું સપષ્ટ કહી શકાય.ચોમાસાનો સમય નજીક છે વરસાદ અને પવન ને કારણે વારંવાર આવું થાય અને કોઈ મોટા ઉપકરણો તાળ ભેગા થવાંથી બળી જાય તો તેની જવાબદારી કોની ત્યારે ઝડપથી તંત્ર જાગે અને તાળ ખેંચાય તેવી માંગ સેવાઈ રહી છે