કોરોનામાં અવસાન થયેલ પૂર્વ સૈનિકોના પરીજનો સંપર્ક કરો

મહેસાણાના કાર્યક્ષેત્ર હેઠળના જીલ્લાઓ મહેસાણા,પાટણ તથા બનાસકાંઠામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોનું કોરોનાની મહામારીમાં અવસાન થયેલ હોય તેવા પરીજનોએ સંપર્ક કરવા જણાવાયું છે. હાલમાં દેશમાં તથા રાજ્યમાં ફેલાયેલા કોરોના મહામારીની બીજી લહેરમાં પૂર્વ સૈનિકનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયેલ હોય તો તેની જાણ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવટ કચેરી મહેસાણાને,અથવા
સંપર્ક નંબર ૦૨૭૬૨-૨૨૦૨૩૫
સહિત [email protected] પર સંપર્ક કરવા કચેરીના અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.