વિપક્ષે ઈઝરાયલના વડાપ્રધાનને ઘરભેગા કરી દીધા

ઈઝરાયલમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂની સરકારના દિવસો પુરા થઈ ગયા છે. વિપક્ષી રાજકીય દળમાં ગઠબંધનને લઈને સહમતી થઈ ગઈ છે. જે મુજબ હવે બંને પાર્ટીના નેતા એક પછી એક એમ પ્રધાનમંત્રી બનશે. સૌથી પહેલા દક્ષિણપંતી યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બેનેટ પ્રધાનમંત્રીના શપથ લેશે. તે 2023 સુધી પીએમ બન્યા રહેશે. બાદમાં યેશ એટિડ પાર્ટીના યેર લેપિડ પ્રધાનમંત્રી બનશે.

વિપક્ષના નેતા યેર લેપિડે સરકાર બનાવાની જાહેરાત પણ કરી દીધી છે. તેમણે જણાવ્યુ હતું કે, વિપક્ષના આઠ દળો વચ્ચે ગઠબંધન કર્યુ છે. હવે સરકાર બનાવીશું. તેમણે રાષ્ટ્રપતિ રુવેન રિવલીનને ગઠબંધનમાં સહમતી થઈ ગઈ હોવાની જાણકારી પણ આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ નવી સરકાર માટે સદનમાં વોટિંગ પ્રક્રિયા હાથ ધરાશે. બાદમાં પીએમ અમે મંત્રીઓ માટે શપથ લેવડાવવામાં આવશે.