કાલોલના કોરોના વોરિયર્સને રાશન કીટની સહાય ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ જથ્થાને પ્રસ્થાન કરાવ્યું

પંચમહાલ.કાલોલ
રિપોર્ટર ‌સાજીદ વાઘેલા

કોરોના મહામારી સમયે દિવસ-રાત સેવા બજાવતા કોરોના વોરિયર્સના લાભાર્થે કાલોલના શામળદેવી ગામ નજીક નવીન બનેલ સરકારી ગોડાઉન ખાતેથી રાશન અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની કીટના જથ્થાને કાલોલ મતવિસ્તારનાં ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,મામલતદાર પી.એમ જાદવ,કાલોલ તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા,નગરપાલિકાના ચીફ ઓફિસર મહેન્દ્રભાઈ સોલંકી તેમજ કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર અને કાલોલ નગરપાલિકા પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાયે પ્રસ્થાન કરાવ્યું હતું.
બે થી વધુ ટેમ્પાઓમાં આ જથ્થો શહેર સહિત દરેક તાલુકા ગ્રામ્ય મથકે પહોંચાડી માનદ વેતન, અંશકાલીન વેતન મેળવતા કે આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સ કર્મચારીઓને વિતરણ કરવામાં આવશે જેમાં આશાવર્કરો, આંગણવાડી વર્કર,નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ,આરોગ્ય કર્મીઓ,જેવા હોમગાર્ડ,ટીઆરબી અને જીઆરડી જવાનો સહિત જરૂરતમંદ કર્મચારીઓને વિતરણ કરવામાં આવશે.