બાયડ તાલુકાના ઉટરડા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રિપોર્ટ કિરીટ પટેલ વાત્સલ્યમ સમાચાર બાયડ

બાયડ માલપુર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ઉંટરડા મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
લોકોમાં પર્યાવરણની જાળવણી વિશે જાગૃતિ આવે તેમજ આડેધડ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ થી પર્યાવરણને જે ભયંકર ક્ષતિ પહોંચી છે એની ભરપાઈ કરવા માટે જન જાગૃતિ લાવવાના આશયથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાયડ માલપુર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા બાયડ તાલુકાના ઉંટરડા ગામે પૌરાણિક મહાદેવ મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે બાયડ તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપસિંહ મકવાણા સંગઠનના પૂર્વ પ્રમુખ શંકરભાઇ પટેલ તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય ઉદે સિંહ ઝાલા તેમજ આરએસએસના કાર્યકર્તા વિપુલ જોષી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ એક વૃક્ષ અવશ્ય ઉગાડવું જોઇએ અને પર્યાવરણની જાળવણીમાં દરેક નાગરિકે પોતાનો સહયોગ આપવો જોઈએ તું જ આપણે આપણી ધરતી ને બચાવી શકીશું અંધશ્રદ્ધા તેમજ દારૂ જેવા દૂષણોથી દૂર રહીને સમાજસેવા કરવાની હાકલ કરી હતી
કોવિડ વેક્સિન ની માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના તમામ વ્યક્તિઓ એ કોરોના ની રસી લઈને કોરોના મહામારી ને નાથવા માટે સરકારે ચલાવેલી ઝુંબેશને વેગવંતી બનાવવા માટે સહકાર આપવા પણ વિનંતી કરી હતી