અરવલ્લી જીલ્લા સેવા સદન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી


જીલ્લા કલેકટરશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીનાં વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું

આજનો દિવસ એટલે કે ૦૫ જૂન જેને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિશ્વમાં અનેક જગ્યાએ વૃક્ષપ્રેમીઓ દ્વારા જુદા જુદા વૃક્ષોનું જતન કરવામાં આવે છે. અને તેની આજથી લઈને દરરોજ એ વૃક્ષોની માવજત કરવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ અરવલ્લીના જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલીયાના હસ્તે વૃક્ષારોપણ કરીને હર્ષ ભેર વિશ્વ પર્યાવણ દિવસની ઉજવણી કરી હતી.


વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સામે વિશ્વમાં અનેક લોકો ઓક્સિજન ન મળવાથી પોતાના જીવ ગુમાવ્યા છે. જેને લીધે આવનાર સમયમાં પણ લોકોને ઓક્સિજન માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અનેક લોકોને શુદ્ધ વાતાવરણ મળી રહે તે અનુસાર દરેકે વૃક્ષોનું જતન કરવું જોઈએ
અરવલ્લીના મોડાસાના સબલપુર ખાતે પણ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી એમ.બી.તોમર, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રીમતી પટેલ બેન,પી.બી.એસ.સી.કાઉન્સેલર શ્રી અશ્વિન પટેલ,૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર મનિષાબેન,હેડ કોન્સ્ટેબલ પિન્ટુબેન મકવાણા તથા અરવલ્લી ખાનગી સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.
“છોડમાં રણછોડ છે અને વૃક્ષમાં વાસુદેવ છે” જેમાં ભગવાનનો વાસ છે તેવું સંસ્કૃતિમાં માનવામાં આવેલું છે