ડાંગ જિલ્લા ભાજપાનાં લઘુમતી મોરચાનાં મહામંત્રી તરીકે આશિષભાઈ શાહની નિમણૂક કરાઈ

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા ભાજપાનાં લઘુમતી મોરચાનાં મહામંત્રી તરીકે આશિષભાઈ શાહની નિમણૂક કરાતા આહવા નગરવાસીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં ભાજપા પાર્ટીનું સંગઠન મજબૂત બને તે માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયા તથા ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર દ્વારા જિલ્લાનાં ભાજપા સંગઠનમાં વિવિધ મોરચાનાં પ્રમુખ તથા મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.જેમાં ડાંગ જિલ્લાનાં લઘુમતી મોરચાનાં મહામંત્રી તરીકે બીજી વખત આશિષભાઈ શાહની નિમણૂક કરવામાં આવી છે.ડાંગ જિલ્લામાં લઘુમતી સમાજનાં પ્રશ્નો બાબતે ભાજપા પાર્ટીમાં અહમ ભૂમિકા નિભાવનાર આશિષભાઈ શાહને ડાંગ ભાજપા પાર્ટી સંગઠન દ્વારા બીજી વખત મહામંત્રીનું સુકાન સોંપતા આહવા તાલુકા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન દિપકભાઈ પિંપળે સહિત પદાધિકારીઓ અને આહવાનગર જનોએ શુભેચ્છાઓ પાઠવી હતી…