હાલોલ:તરખંડાના ગુમ યુવાનનો મૃતદેહ કુવામાથી મળી આવતા ચકચાર

પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા શૈલેષકુમાર ખુમાનસિંહ ચાવડા તા.2જી જૂન ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના સમય ગાળામાં પોતાનું બાઈક લઇ હાલોલ ડીઝલ લેવા જાઉં છું. તેમ કહી નીકળ્યો હતો. બીજા દીવસ ના સાંજ સુધી ઘરે પરત નહિ આવતા તેના પરીવારે હાલોલ રુરલ પોલીસ મથકે શૈલેષ ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ આપી હતી. અને તેની શોધખોળ ચાલુ હતી. દરમ્યાન ગત રોજ શૈલેષ ચાવડા નો ભાઈ ભરત ચાવડા  ઘરે હતો ત્યારે રુરલ પોલીસ મથક ના પી.એસ.આઈ. એમ એમ ઠાકોર નો ફોન આવેલ અને ભારતને ઈંટવાળી ગામની સીમ માં આવેલ એક ખેતરના કુવા ઉપર બોલાવ્યો હતો. ફરિયાદી ભરત ચાવડા બતાવેલ જગ્યા ઉપર પોહચો ત્યારે લોકટોળા, હાલોલ ફાયર ટીમ, એઝક્યુટીવ મેજીસ્ટેટ સહીત  પોલીસ કાફલો જોવા મળ્યો હતો. અને બધાની હાજરીમાં કૂવાની  નજીક જમીન ઉપર ઊંધા ખાટલામાં રાખેલ લાશ ને બતાવતા ચેહરો ઉડખી શક્યો ના હતો પરંતુ તેના ડાબા હાથના કાળા ઉપર દિલ માં અંગ્રેજી માં એસ.એલ. લખેલ વાંચી તેમજ તેને પહેરેલ કપડા અને બાજુમાં પડેલ તેની બાઈક ઉપર થી આ લાશ બીજા કોઈ ની નહિ પરંતુ તેના ભાઈ શૈલેષ ચાવડા ની જ છે. તેમ જણાવ્યું હતું.


બીજી તરફ પોલીસે શૈલેષ ગુમ થયેલી ફરિયાદ ને ગંભીરતા થી લઇ તપાસ ચાલુ  કરતા ખબર પડેલ કે શૈલેષ જે દિવસે ગુમ થયો હતો તે દિવસે શૈલેષ ઈંટવાળી ગામે રહેતા અલ્પેશભાઈ ભગવાનભાઇ ચાવડાને મળવા સવારે નવ વાગ્યા ના સમયગાળામાં  ગયો હતો. અને ત્યારદબાદ તેનો અતો – પતો મળ્યો ન હતો. પોલીસે શકદાર અલ્પેશ ની વધુ તપાસ કરતા અલ્પેશ દ્વવારા જાણવા મળી આવ્યું હતું કે અલ્પેશે તેના પિતરાઈ ભાઈ સુરપાલસિંહ ગીરીશસિંહ ચાવડા ની મદદ થી શૈલેષ ગુમ થયા ના દિવસે સવારે તેના ખેતરમાં ગળે દોરી થી ટૂંપો દઈ મારી નાખી અને રાત્રી ના સમયે શૈલેષ ની લાશ ને તેનાજ બાઈક સાથે બાંધી ખેતર ના કુવામાં નાખી દીધો હતો.  તેવીજ રીતે શૈલેષ ના ભાઈ ભરત ને પણ જાણવા મળ્યું હતું કે શૈલેષ ને અલ્પેશ સાથે એક વર્ષ પહેલા કોઈ મહિલા સાથેના સબંધ ને લઇ ઝગડો  થયો હતો અને તેમાં અલ્પેશ ને દાઢી ના ભાગે ઇજા પોંહચી હતી. બનાવ ને લઇ પોલીસે અલ્પેશભાઈ ભગવાનભાઇ ચાવડા અને તેના પિતરાઈ ભાઈ  સુરપાલસિંહ ગીરીશસિંહ ચાવડા વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી.કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

મહિલા સાથેના સબંધ ને લઇ મિત્ર એ મિત્ર ને મોતને ઘાટ ઉતારી તેનીજ બાઈક સાથે બધી ખેતર ના કુવામાં નાખી દીધેલા કેસમાં પોલીસે હત્યા નો ભેદ ઉકેલ્યો.