KUTCHMANDAVI

નાની ખાખર ગામમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડતી કોડાય પોલીસ.

નાની ખાખર ગામમાં કુલ કિ.રૂ.૪૩,૭૧૦/- મુજબનો પ્રોહિબીશન મુદ્દામાલ ઝડપી પાડતી કોડાય પોલીસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા – ૨૫ માર્ચ : કોડાય પોલીસ સ્ટેશન ના પીઆઇ.એચ.એમ.વાઘેલા, દ્વારા પ્રોહિબીશન ડ્રાઇવ અનુસંધાને સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બિદડા આઉટ પોસ્ટ નાં જમાદાર નાઓને સંયુકત રીતે બાતમી હકિકત મળેલ કે, રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા રહે.નાની ખાખર તા.માંડવીવાળો પોતાના રહેણાંક મકાનની સામે આવેલ રવેચી માતાજીના મંદિરની બાજુમાં આવેલ જુના બંધ પડેલ મકાનમાં બહારથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી સ્ટોક કરી તે દારૂના જથ્થાને વેચાણ કરે છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ઝડપી પાડેલ મુદ્દામાલ (૧) ROYAL CHALLENGE બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૪૮,(૨) McDowell’s બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૮,(3) TUBORG બ્રાન્ડના ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ-૭૨,(૪) KINGFISHER બ્રાન્ડના ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ-૪૮ કુલ કિ.રૂ.૪૩,૭૧૦/- મુજબનો પ્રોહિબીશન મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ છે.રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવેલ આરોપી,રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા રહે.નાની ખાખર તા.માંડવી. ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ આરોપીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ માં માંડવી,કોડાય, મુન્દ્રા,જેવા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ નુ નામ ચોપડે ચડેલ છે.અને આરોપી ને ઝડપી પાડવા પોલીસ તપાસ હાથ છે.ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એચ.એમ.વાઘેલા તથા પો. હેડ કોન્સ.મુળરાજભાઇ કે. ગઢવી,પૃથ્વીરાજસિંહ એસ. વાઘેલા તથા વિપુલભાઇ એ. પરમાર તથા હરીભાઇ એમ.ગઢવી તથા પો.કોન્સ. કિશોરસિંહ કે. જાડેજા,નિતેષભાઇ એચ. ચૌધરી, જયેશભાઇ કે. પરમાર તથા પીયુષ બાંભણીયા તથા વુ.પો.કોન્સ. રેખાબેન એચ. ચૌધરીનાઓ જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!