ભાજપા સરકારનાં સુશાશનનાં વિરોધમાં”સતત સાતમાં દિવસે ડાંગ જિલ્લા કોંગ્રેસ એ નોંધાવ્યું વિરોધ પ્રદર્શન..

ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સતત સાતમાં દિવસે આહવા ખાતે ભાજપા સરકારનાં સુશાશનનાં વિરોધમાં ” વિકાસ કોનો ?” અને વિકાસ ખોજ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન નોંધાવ્યુ હતુ….

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્ય સરકાર છેલ્લા સાત દિવસથી સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યુ છે.તો બીજી તરફ કૉંગ્રેસ પણ આક્રમક મૂડમાં આવી વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે.આજરોજ ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં આગેવાનોએ ગુજરાતની સરકારનાં વિકાસ દિવસની ઊજવણીનાં વિરોધમાં વિવિધ પોસ્ટરો તથા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ.વિકાસ દિવસનાં વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહીત ડાંગનાં કૉંગ્રેસી કાર્યકરો આહવા ખાતેનાં ફુવારા સર્કલ નજીક પોસ્ટરો પ્રદર્શિત કરી વિકાસને શોધતા નજરે પડ્યા હતા.અહી ડાંગ કૉંગ્રેસી કાર્યકરોએ વિકાસ, વિકાસ ક્યા છે,વિકાસ કોનો વિકાસ જેવા સૂત્રોચ્ચારો પોકાર્યા હતા.જેથી ડાંગ પોલીસ ઘ્વારા આ વિરોધ પ્રદર્શન કરી રહેલ તમામ કૉંગી કાર્યકરોની અટકાયત કરી હતી.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે વિકાસ દિવસનાં વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી,ગૌતમ પટેલ ,પ્રદેશ કોંગ્રેસ મંત્રી તબરેઝ અહેમદ (બબલુ),મુકેશ પટેલ,હરીશ ચૌધરી,લતાબેન ભોયે,ગીતાબેન પટેલ,યુવા કોંગ્રેસનાં નેતા રાકેશ પવાર,તુષાર કામડી,સી.પી ગવળી સંજય પવાર,ગુલાબભાઈ,મણિલાલભાઈ સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા..