તિલકવાડા નગરના મારુતિ મંદિર ખાતે પ્રસિધ્ધ કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીના હસ્તે નિર્માણ પામેલા કમલ કુંડ નું શુભારંભ કરવામાં આવ્યું

તિલકવાડા નગરના મારુતિ મંદિર ખાતે પ્રસિધ્ધ કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીના હસ્તે નિર્માણ પામેલા કમલ કુંડ નું શુભારંભ કરવામાં આવ્યું

રિપોર્ટર વસીમ મેમણ તિલકવાડા

તિલકવાડા નગરમાં વિવીધ પ્રાચીન મંદિર આવેલા છે જેમાં તિલકેશ્વર મહાદેવ મંદિર / દ્વારકાધીશ મંદિર /મણીનાગેશ્વર મંદિર / સપ્તમાતૃકા મંદિર અને મારુતી મંદિર સહિત અન્ય કેટલાક પ્રાચીન મંદિરો આવેલા છે આ મંદિરોમાં તિલકવાડા નગર સહિત આસ પાસના વિસ્તારના ભાવિ ભક્તો પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન માટે આવતા હોય છે જેમાંનું એક મારુતિ છે એ મંદિર ઘણું પ્રાચીન મંદિર છે અને આ મંદિર પર ભાવી ભક્તોને પુરી શ્રદ્ધા અને આસ્થા સાથે આવતા હોય છે

હાલમજ આ મંદિર ખાતે ખુબ સરસ કમલ કુંડનું નિર્માણ કરવામાં આવેલું છે અને વીવિધ પ્રકાર ના કમલ આ કુંડ માં મુકવામાં આવ્યા છે નિર્માણ પામેલા આ કમલ કુંડનુ પ્રસિધ્ધ કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી અને ચંદ્ર મૌલી સ્વામીજીના હસ્તે નારિયેળ ફોડી ને શુભારંભ કરવામાં આવ્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી હરિપ્રસાદજી અક્ષરધામ થયા છે તેઓને અર્પણ કરવામાં આવ્યું

શ્રાવણ માસના શુભ મહિનામાં તીલકવાળા નગરના નર્મદા નદી કિનારે આવેલા મારુતિ મંદિર ખાતે નિર્માણ કરવામાં આવેલા ભવ્ય કમલ કુંડનું શુભારંભ થતા ગામ લોકો અને ભાવિ ભક્તો માં આનેરી ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે કમલ કુંડ ના શુભારંભ કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ કથાકાર વીરંચીપ્રસાદ સત્રીજી ચન્દ્ર મૌલિ સ્વામીજી મુકેશભાઈ પાઠક પરેશભાઈ પાઠક રાણા સાહેબ સહિત ગામના આગેવાનો અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહીને આ શુભ કાર્ય નો લ્હાવો ઉઠાવ્યો હતો

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....