આગામી તા. ૧૪ ઓગસ્ટે દેવગઢ બારીયાનાં શ્રી જયદિપસિહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ફક્ત ભાઇઓ માટેની દોડ સ્પર્ધા યોજાશે

 

 

 

તા. ૧૨ : દેવગઢ બારીયાનાં શ્રી જયદિપસિહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ખાતે જીલ્લા કક્ષાની અંડર-૧૯ સ્પર્ધા (૧૫/૮/૨૦૦૨ થી તા.૧૪/૮/૨૦૦૭ સુધી જન્મેલા એટલે કે ૧૪ વર્ષ થી ઉપર અને ૧૯ વર્ષથી નીચેના) ફક્ત ભાઇઓની ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, અને ૧૫૦૦ મીટર દોડની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે.

ઉક્ત સ્થળે તા.૧૪/૮/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છ્તા ખેલાડીઓએ-(ભાઇઓ) સવારે ૦૮:૩૦ કલાકે સ્વખર્ચે સ્પર્ધામાં હાજર રહેવાનું રહેશે. તેમજ ખેલાડીએ આધાર કાર્ડની નકલ પણ ફરજીયાત સાથે લાવવાની રહેશે. વધુ માહિતી માટે સિનીયર કોચ શ્રી ડી.એસ.રાઠોર મોબાઇલ નંબર ૯૯૭૮૪૦૮૮૨૮ ઉપર સપર્ક કરવાનો રહેશે. સ્પર્ધામાં કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરવાનું રહેશે. એક ઇવેન્ટમાં અક જ ખેલાડી ભાગ લઇ શકશે. દેવગઢ બારીયાના જિલ્લા રમત ગમત કેન્દ્રનાં સિનીયર કોચે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....