ડેન્ગ્યુ,મેલેરિયા શરદી અને તાવના કેસોમાં થયો અચાનક વધારો

રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર હજું મંદ પડ્યો છે, ત્યાં ચોમાસાની ઋતુમાં મોટા પાયે બાળકો ઋતુગત બીમારીના ભરડામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં હજારોની સંખ્યામાં કેસો નોંધાયા છે. જુલાઇ મહિનામાં કુલ 2 હજાર 900 બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

તો જૂન મહિનામાં 1 હજાર 50 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઓગસ્ટ મહિનામાં ફક્ત 12 દિવસમાં જ 1 હજાર 470 બાળકોને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા જે પૈકી 475 બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે. બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી અને તાવના કેસો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.

 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....