ગ્રામજનોની વેદના સાંભળતા77-જામ.ગ્રા. MLA

 

 

 

ગ્રામજનોની વેદના સાંભળતા77-જામ.ગ્રા. MLA

જામનગર અને જોડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે થયેલ નુકશાની વાળા વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી સહાય પહોંચાડવાની રજુઆત કરતા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર અને જોડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે જામનગર અને જોડીયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની આજરોજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ ખાના ખરાબી બાબતે જાત માહિતિ મેળવી અસરગ્રસ્ત ગ્રામજનો સાથે મુલાકાત કરી થયેલ નુકશાનીની જાણકારી મેળવી હતી. અતિભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘર વખરીને મોટુ નુકશાન થયેલ છે તેમજ ઘણા વિસ્તારોમાં રહેણાંકના મકાનોને નુકશાન થયેલ છે. તેમજ ઘણા ગામોમાં મોટી સંખ્યામાં પશુઓના મરણ થયેલ છે. માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલીક સર્વે કરી કેશડોલ્સ, ઘર વખરી સહાય, મકાનોને થયેલ નુકશાનીની સહાય તેમજ પશુ મૃત્યુ સહાય તાત્કાલીક ચુકવવા સરકારને રજુઆત કરેલ છે

 

તેમજ અમુક ગામોમાં રસ્તાઓને ખુબજ નુકશાન થયેલ છે અને વાહન વ્યવહાર પણ ખોરાવાય ગયેલ છે. માટે તાત્કાલીક રસ્તા રીપેર કરવા જણાવેલ છે, અને અમુક ગામોમાં વિજ પોલ પડી જવાથી વિજ પુરવઠો ખોરવાય ગયેલ છે જે તાત્કાલીક ચાલુ કરવા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને જણાવેલ છે. નદી કાંઠાના વિસ્તારમાં નદીના પુલના કારણે ખેડૂતોને પાક નુકશાનીની સહાય તેમજ જમીન ધોવાણની સહાય ચુકવવા જણાવેલ છે.

bgb 8758659878

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....