લોકોનો સંતોષ એજ મારો સંતોષ-C.M.

 

 

 

“લોકોનો સંતોષ એ મારો સંતોષ” જામનગરમા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ CM ની પ્રેસ કોન્ફરન્સ
દોઢસો એરલીફ્ટ હજારો લોકોના સ્થળાંતર ખેતી નુકસાની ની જાત માહિતી મેળવી કહ્યુ સર્વે કરી સહાય આપીશુ અધીરા ન થશો
સાંસદ પુર્વમંત્રી ધારાસભ્ય ચીફસેક્રેટરી સાથે રહ્યા
સૌનું જીવન બહેતર બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, એક પણ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે—મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર ( ભરત ભોગાયતા)
લોકોનો સંતોષ એ મારો સંતોષ તેમ જામનગરમા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ CM એ પ્રેસ કોન્ફરન્સ યોજી તેમા જણાવ્યુ હતુ તેમજ જિલ્લામા કુલ
દોઢસો એરલીફ્ટ કરાયા હજારો લોકોના સ્થળાંતર કરાયા  ૪૧૦૦૦ હેક્ટર જેટલી   ખેતી ની જમીન ને વધુ    નુકસાની ની જાત માહિતી મેળવી મુખ્કયમંત્રીએ કહ્યુ  કે  સર્વે કરી સહાય આપીશુ અધીરા ન થશો
 મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસર પામેલા જામનગરના ધુંવાવ ગામ, જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર તેમજ લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો સંવેદનાપૂર્વક  પ્રત્યક્ષ  સાંભળીને મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે, જન પ્રતિનિધિઓ જનતાની પડખે ઊભા છે. કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે પદગ્રહણ પછી તત્કાલ જ પુરની સ્થિતીમાં સંકટમાં ઘેરાયેલા જામનગર જિલ્લાની મુલાકાત લઇ તમામ મદદ કરવા માટે તત્પરતા દર્શાવી છે.
મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ  પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય  રાઘવજી પટેલ, મેયર  બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ  પંકજ કુમાર, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ વગેરે પણ જોડાયા હતા.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....