JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જિલ્લા માહિતી કચેરી જૂનાગઢના પ્રચાલક કમ કેમેરામેન શ્રી અશ્વિનભાઈ પટેલને ભાવભેર વિદાયમાન અપાયું

માહિતી ખાતામાં ૩૭ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ શ્રી એ.બી. પટેલ વય નિવૃત્ત થયા

શ્રી એ. બી. પટેલની સમય સાથે આવેલા બદલાવ અને પડકાર ઝીલવાની સજ્જતા અન્ય  કર્મચારીઓને પ્રેરણા આપે છે:  ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી નરેશ મહેતા

…..

શ્રી એ.બી. પટેલને જિલ્લા માહિતી પરિવારના સભ્યોએ સ્મૃતિ ભેટ અર્પણ કરીનિરોગી અને સુખાકારી જીવનની શુભકામનાઓ પાઠવી

 

જૂનાગઢ તા.૩૦   માહિતી ખાતામાં ૩૭ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ શ્રી એ.બી. પટેલ વય નિવૃત્ત થતા જિલ્લા માહિતી કચેરી જૂનાગઢ દ્વારા ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.

     આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી નરેશ મહેતાએ શ્રી એ.બી. પટેલને શુકન રૂપ શ્રીફળ અને સાકરનો પળો અર્પણ કરવાની સાથે સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. ઉપરાંત જિલ્લા માહિતી પરિવારના સભ્યોએ પણ શ્રી એ. બી. પટેલને સ્મૃતિભેટ અર્પણ કરવાની સાથે નિરોગી અને સુખાકારી જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રીએ જણાવ્યું કે, શ્રી એ. બી. પટેલની સમય સાથે આવેલા બદલાવ અને પડકાર ઝીલવાની સજ્જતા અન્ય  કર્મચારીઓને પ્રેરણા આપે છે, ચીવટતાની સાથે સમય મર્યાદામાં કામ કરવાની ક્ષમતાથી તેમની કામગીરી હંમેશા એક સાચા કર્મયોગીની જેમ દીપી ઊઠી છે, આજીવન વિદ્યાર્થી રહેવાનો તેમનો અભિગમ એટલે કે નવી બાબતો શીખવા માટે હંમેશા ઉત્સુક રહ્યા છે. વિડીયોગ્રાફી-ફોટોગ્રાફીની સાથે લેખન કૌશલ્યથી પણ પ્રભાવિત કર્યા છે, તેમણે ટેકનિકલ  ઉપરાંતની કામગીરી પણ કુશળ રીતે સુપેરે નિભાવી છે. અંતમાં નાયબ માહિતી નિયામકશ્રીએ શ્રી પટેલના વિશાળ સામાજિક સંબંધો ઉલ્લેખ કરતા નિવૃત્ત જીવન આરોગ્યમય રહે અને સામાજિક ક્ષેત્રે વધુ પ્રવૃત્તીમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે ગાંધીનગર ખાતેના સહાયક માહિતી નિયામક શ્રી એન.પી. કક્કડે પણ તેમની સાથેના પારિવારિક સંબંધોનો ઉલ્લેખ કરતા અને સેવાકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા.

    આ પ્રસંગે શ્રી એ.બી. પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સમગ્ર નોકરી દરમિયાન હકારાત્મક અભિગમ સાથે ફરજ નિભાવવાના પ્રયત્નો કર્યા છે. આ સાથે સતત આવતા બદલાવો સાથે કદમતાલ મિલાવવા માટે અપડેટ રહેવાની સાથે નવું શીખતા રહ્યા છીએ, મતભેદોથી દૂર રહી એક પરિવારભાવ સાથે કામ કર્યું છે. મુશ્કેલ સમયમાં કર્મચારીઓને એકબીજાનો સધિયારો અને હુંફ મળી રહે તે જરૂરી છે તેવી લાગણી સાથે કામ કર્યું છે. તેમાં સહકર્મચારીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે.

    ચૂંટણી ફરજ પરના સહાયક માહિતી નિયામક સુશ્રી પારુલબેન આડેસરા ઉપરાંત જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર ક્રિષ્નાબેન સિસોદિયાએ પણ શ્રી એ.બી. પટેલને તંદુરસ્ત અને સુખાકારી નિવૃત્ત જીવનની શુભકામના પાઠવી હતી.

      આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીમાં અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ સહાયક માહિતી નિયામક તરીકે સેવારત શ્રી એન.પી. કક્કડનું પણ શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે કચેરી અધિક્ષક શ્રી બી. એલ. જાદવ, માહિતી મદદનીશ શ્રી રોહિત ઉસદડ, સહાયક અધિક્ષક શ્રી ભાલચંદ્ર વિંઝુડા, જુનિયર ક્લાર્ક શ્રી તુષાર ગઢવી, નિવૃત્ત કર્મયોગી શ્રી શેખ સહિતના જિલ્લા માહિતી પરિવારના સભ્યોએ પ્રાસંગિક પ્રતિભાવો આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફેલો શ્રી  જશુ સોલંકી કર્યું હતું.

    આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સભ્ય સર્વશ્રી ચિરાગ પટેલ, ધીરુભાઈ વાજા, રુકસાનાબેન કુરેશી, રાહુલ હેરભા, ચંદુભાઈ સોલંકી, પુનિત ગોહેલ ઉપરાંત શ્રી મનુભાઈ મેભનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!