નવસારી જિલ્લામાં માલધારીઓની હડતાળ 150 ડેરીઓ બંધ રહી..

નવસારી જિલ્લામાં માલધારીઓની હડતાળ 150 ડેરીઓ બંધ રહી.


વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ – વાંસદા,
નવસારીમાં પુશ નિયંત્રણ કાયદાનો વિરોધના સંદર્ભમાં જિલ્લાના માલધારી સમાજના આગેવાનોએ આજે બંધ પાળી રેલી કાઢી હતી . નવસારી જિલ્લામાં પણ પશુ નિયંત્રણ કાયદાનો વિરોધ કરવા માલધારી સમાજ એકત્ર થઇ એક દિવસ દૂધ વિતરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો . નવસારી શહેરમાં આવેલી દૂધની તમામ ડેરી એક દિવસ બંધ રહી હતી . નવસારીમાં દૂધ કૂતરાઓને અને પશુઓને પીવડાવ્યું હતું . પીપળાના ઝાડને પણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો . જ્યારે ગણદેવી તાલુકામાં માલધારી સમાજ દ્વારા ઘણા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.પશુ નિયંત્રણ કાયદો અમલ નહીં થાય : નવસારી જિલ્લામાં માલધારીઓની હડતાળ 150 ડેરીઓ બંધ રહી , દૂધ ગરીબોને વહેચાયું

વાત્સલ્યમ્ સમાચારના નવસારી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....