ડાંગ જિલ્લા પોલીસ વિભાગના Dysp અને Psi ની બદલી થતા વિદાય સમારોહ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લામાંથી એસ.સી એસ.ટી સેલનાં ડી.વાય.એસ.પી અને સુબિર પોલીસ મથકનાં  પી.એસ.આઈની બદલી થતા ડાંગ પોલીસ વિભાગ દ્વારા વિદાય કાર્યક્રમ યોજી વિદાયમાન અર્પણ કર્યુ…..
રાજયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યનાં ગૃહવિભાગ દ્વારા થોડા દિવસ પૂર્વે પોલીસ અધિક્ષક,નાયબ પોલીસ અધિક્ષક તથા પી.એસ.આઈ કક્ષાનાં અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીપો ચિપ્યો હતો.આ બદલીનાં આદેશોમાં ડાંગ જિલ્લા ખાતે ફરજ બજાવતા એસ.સી.એસ.ટી.સેલનાં નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ગામીતની વિભાગીય પોલીસ અધિકારી તરીકે પાલનપુર બનાસકાંઠા ખાતે બદલી થઈ છે. જ્યારે સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ એસ.જી.વસાવાની નવસારી ખાતે બદલી થઈ છે.આ બન્ને પોલીસ અધિકારીઓની બદલી થતા આજરોજ ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ,નાયબ પોલીસ અધિક્ષક પી.જી.પટેલની અધ્યક્ષતામાં વિદાય સમારોહ યોજાયો હતો.આ વિદાય સમારોહમાં વિદાયમાન લઈ રહેલ નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ગામીત તથા પી.એસ.આઈ.એસ.જી.વસાવાને પોલીસ કર્મીઓ દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી નોકરીમાં ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી.આ વિદાય સમારોહમાં એલ.સી.બી.પી.એસ.આઈ.જયેશભાઈ વળવી,એલ.આઈ.બી.પી.એસ.આઈ.કે.કે.ચૌધરી,આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.પી.જી.જોષી,વઘઇ પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.જે.નિરંજન,વાયરલેસ પી.એસ.આઈ. એન.એસ.ભોયે  સહિતનાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા…

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....