દાહોદ શહેરના ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા શ્રમિક અકસ્માતે નીચે પડી જતા ગંભીર ઇજા

તા.22.09.2022

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેરના ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા શ્રમિક અકસ્માતે નીચે પડી જતા ગંભીર રીતે ઈજા ગ્રસ્ત બન્યો હતો. જે વાત આસપાસના ભેગા થયેલા લોકો તેમજ કામ કરી રહેલા અન્ય શ્રમિક તેમજ સુપરવાઇઝરઓએ તાબડતોડ ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકને ક્રેન મારફતે બહાર કાઢી દવાખાને ખસેડવામાં આવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવ ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત કામો ચાલી રહ્યા છે. જેમાં તળાવ ફળિયા ભીલવાડા ની પાછળ આવેલા એસટીપી પ્લાન્ટ ખાતે કામ કરી રહેલા મજુર ઉપરથી એકટીપી પ્લાન્ટમાં બોઈ તળિયે પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ એની સાથે કામ કરી રહ્યા અન્ય શ્રમિકોએ આ બાબતની જાણ સુપરવાઇઝરને કરી હતી તે અરસામાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મજુરને તાબડ તોડ ક્રેન મારફતે બહાર કાઢવામાં આવ્યો હતો. અને 108 મારફતે સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....