જૂનાગઢમાં પ્રાચીન રાસ-ગરબા અને અર્વાચીન ગરબાની સ્પર્ધા યોજાઈ

જૂનાગઢમાં પ્રાચીન રાસ-ગરબા અને અર્વાચીન ગરબાની સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : તા.૨૨ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ સંચાલિત જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની કૃતિઓમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્યના ૨૫૦ થી વધારે ખૈલેયાઓ એ ભાગ લીધો હતો.

આ પ્રસંગે પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ શ્રીમતી શાંતાબેન દીનેશભાઈ ખટારીયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થીત રહ્યાં હતા.
તેમજ દુધ ઉત્પાદક સંઘના પ્રમુખ દીનેશભાઈ ખટારીયા ખૈલેયાઓને પ્રોત્સાહીત કરવા માટે ઉપસ્થીત રહ્યા હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી-જૂનાગઢ આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહયા હતા.
જૂનાગઢ શહેરમાં રાસમાં પ્રથમ ક્રમે બાગાયત મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, દ્વિતીય ક્રમે મીનરાજ શૈક્ષણિક સંકુલ, ભવનાથ, પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે મીનરાજ શૈક્ષણિક સંકુલ ભવનાથ, જ્યારે દ્વિતીય ક્રમે બાગાયત મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો સમાવેશ થાય છે.
જૂનાગઢ ગ્રામ્યમાં પ્રથમ ક્રમે રાજપૂતપરા રાસ મંડળ, બાંટવા માણાવદર તાલુકા, દ્વિતીય ક્રમે શ્રી ચામુંડા આહીર રાસ મંડળ વેળવા, માણાવદર, તૃતીયક્રમે બ્રહ્મપુરી રાસ, માળીયાહાટીના. પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમે એન.સી. પરમાર ગલ્સ સ્કુલ વિસાવદર, દ્વિતીય ક્રમે રાજપૂતપરા ગરબી મંડળ બાંટવા માણાવદરનો સમાવેશ થાય છે.

વાત્સલ્યમ્ સમાચારના જુનાગઢ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....