શક્તિ સાગર ડેમમાં ડૂબી ગયેલા યુવકની લાશ મળી આવી

 

 

 

 

 

 

ફાયર બ્રિગેડ ની ટીમ ની જહેમત બાદ લાશ મળી આવી

 

 

 

 

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર ડેમ નજીક પિતૃ મોક્ષાર્થે અર્પણ કરવા આવેલ પરિવારના એક યુવક ડેમમાં ડૂબી જતા ભારે અપરાતફરી નો માહોલ સર્જાયો હતો જો વાત કરવામાં આવે તો મુળી તાલુકાના રાયસંગપર ગામેથી આવેલ દેવીપુજક યુવાન ડેમમાં ડૂબી ગયો હતો પિતૃ મોક્ષાર્થે અર્પણ કરવા આવેલા પરિવારનો યુવક ડૂબી જતા ભારે શોખ ની લાગણી છવાઈ હતી ત્યારે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક અસરથી સુસવાવ પાસે આવેલ શક્તિ સાગર ડેમ ખાતે દોડી ગઈ ત્યારે ફાયર સેફટી અધિકારી રોહિત મહેતા તેમજ ધર્મેન્દ્રભાઈ ગઢવી સહિતની ટીમ દ્વારા ભારે જેમમત બાદ યુવકની લાશ મળી આવી હતી દીપક સવાભાઈ દેવીપુજક નામના યુવકની લાશ જોઈને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....