વિરપુરના સાલૈયા હાઈસ્કૂલ ખાતે સીબીસી ચેક અપ કેમ્પ યોજાયો…

 

 

 

વાત્સલ્યમ્ સમાચાર વિરપુર

વિરપુર તાલુકાની સાલૈયા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહના અનુસંધાને હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ અને મફત દવાના વિતરણનો કાર્યક્રમ ડૉ.નિલેશ પટેલ અને એમની ટીમ દ્વારા મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના અધ્યક્ષ સ્થાને સાલૈયા ગામની હાઈસ્કૂલ ખાતે કેમ્પ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સદસ્ય રમતુંભાઇ બારીયા, જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિનભાઈ શુકલ,ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલ,સરપંચ વિમલભાઈ પટેલ, મહામંત્રી નવનીત ભાઇ,પૂર્વ સંગઠન પ્રમુખ બાબરભાઈ પટેલ,જિલ્લા કિસાન મોરચાના હીરાભાઈ પટેલ,જિલ્લા એસ.સી.મોરચાના મનહર ભાઈ,મહીલા મોરચાના કોકિલા બેન,,શાળાના આચાર્ય અશ્વિન ભાઈ,ટ્રસ્ટીશ્રીઓ રમણભાઈ બચુંભાઈ,વિપુલભાઇ,અંકુરભાઇ સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની તમામ વિધાથીર્ઓનો ચેક અપ કરવામાં આવ્યો હતો ઉપરાંત ઈસ્કૂલની ૩૬ જેટલી વિધાર્થીનીઓનુ હિમોગ્લોબીન ઓછું હોય તેવી વિધાર્થીઓને ૧૫ દિવસની દવા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી હતી…

વિપુલ જોષી વિરપુર

વાત્સલ્યમ્ સમાચારના મહીસાગર જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....