ખેતરોમાં જતું પાણી અટકાવી વળતર ચૂકવાશે વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ પ્રકારના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે થરાદ તાલુકાના ભાપી ભડોદર અને વામી ગામના સિમ ખેતરોમાં મુખ્ય નર્મદા નહેર લીકેજ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યાં હતાં . ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી વિવિધ પાકોનું ઉત્પાદન નહીં લઈ શકતાં ધારાસભ્યએ ઉપવાસ આંદોલનમાં આ બાબતનો મુદ્દો લેતાં સરદાર સરોવર નર્મદા નિગમે યોગ્ય કરવા ખાત્રી આપી છે . ખેતરોમાં જતું પાણી અટકાવી વળતર ચૂકવાશે વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ પ્રકારના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં સરકારના કાન ખોલવા ધારાસભ્યે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે . જેમાં તાલુકાના ભાપી ભડોદર તેમજ વામી એવા ત્રણેય ગામોંની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેર લીકેજ હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ઢીંચણ સમુ પાણી ભરાઈ જવા પામતાં ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી પોતાના ખેતરો છોડી દીધા છે . જેને લઈને ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવતાં ગુલાબસિહ રાજપુતે સરકારમાં રજુઆત કરી હતી . પરંતુ ગુજરાત સરકાર ધ્યાન પર નહીં લેતાં થરાદ ધારાસભ્યને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી છે . જેથી સરદાર સરોવર નર્મદા નિગમેં ધારાસભ્યની માંગણીને સ્વીકારી ત્રણેય ગામોની સિમ ખેતરોમાં જતું પાણી અટકાવી પાંચ વર્ષનું નુકશાની પામેલ ખેતી પાકોનું વળતર ચૂકવવા ઘટતું કરવાનો પત્ર પાઠવ્યો છે . નર્મદા કેનાલોમાં રીપેરીંગ કામગીરી હાથ ધરાશે થરાદ તાલુકાની જીવાદોરી સમાન મુખ્ય નર્મદા નહેર બે મહિનાથી થરાદ તાલુકાના ભાપિ અને ભડોદર ગામની મુખ્ય નહેરની કેનાલ લીકેજના કારણે ખેડૂતોને ખેતરોમાં પાણીના કારણે મોટું નુકસાન જાય તેમ હોઈ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત દ્વારા નર્મદા નિગમની કચેરીએ લેખિત રજૂઆત કરતા નિગમ દ્વારા ભાપી ભડોદર ગામમાંથી પસાર થતી કેનાલને રીપેરીંગ કરવાની અને ખેડૂતોને વળતર આપવાની રજૂઆત કરવામાં આવી હતી . જેને લઇ થરાદની સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી દ્વારા ધારાસભ્યને લેખિતમાં જાણ કરીને જણાવેલ કે , તમારી રજૂઆતને લઇ ભાપી ભાડો દર ગામની નર્મદા કેનાલોને એક મહિનામાં કામગીરી હાથ ધરવામાં આવશે તેવી નર્મદા વિભાગે બાહેધરી આપી છે

અહેવાલ માસુંગ ચૌધરી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....