મોરબી: માળીયા હાઇવે થી માળીયા ગામ સુધીનો રસ્તો તાત્કાલિક રીપેર કરવા કોંગ્રેસની માંગ

 

 

 

 

 

 

મોરબી: માળીયા (મીં) હાઇવેથી માળીયા ગામને જોડતો મહત્વનો રસ્તો તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલે વહીવટી તંત્રને રસ્તો બનાવવાની રજુઆત કરેલ છે.

 

 

 

 

 

મોરબી જિલ્લાના માળીયા (મી) ગામ સ્ટેટ હાઇવેથી માળીયા ગામ સુધીનો રોડ ખુબજ બિસ્માર હાલત માં છે, લોકો ને જવા આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડ ચોમાસામાં ભારે વરસાદને કારણે તુટી ગયેલ છે તેમજ રોડ ઉપરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે આ તુટેલ રોડ રસ્તાના કારણે વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી પડે છે. આ ખરાબ રોડને કારણે ખુબજ અકસ્માત થાય છે. લોકો મણકા અને કમરના દુખાવાનો ભોગ બને છે. જેના કારણે આર્થિક પરેશાની પણ ભોગવીપડે છે. તો માળીયા હાઇવેથી માળીયા ગામને જોડતો આ મહત્વનો રસ્તો હોય તેથી તે તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ દ્વારા વહીવટી તંત્ર ને રજુઆત કરેલ છે.

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....