ડેડીયાપાડા કોંગ્રેસને ઝાટકો વાગ્યો, અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા

તાહિર મેમણ : ડેડીયાપાડા – દેડીયાપાડા નાં ઝરણાવાડીનાં સંત કબીર મંદિર ખાતે ખાતે AAPની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં ડેડીયાપાડા કોંગ્રેસ ના ઘણા કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ યુવાનો આપમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવાનોએ પાર્ટી વધુ મજબૂત અને સંગઠિત બને તે માટે સંકલ્પ કર્યો હતો. દિલ્હીથી કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિન-પ્રતિદિન મજબૂત બની રહેલી AAPએ ગુજરાતમાં પોતાના પક્ષને સંગઠીત બનાવી આદિવાસી વિસ્તારમાં પણ પાયો નાખવાનું શરૂ કરતાં બે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ – ભાજપમાં સળવળાટ શરૂ થઈ ગયો છે

જેમાં કોંગ્રેસના નર્મદા જિલ્લા લીગલસેલ પ્રમુખ હરિસિંહ વસાવા, તાબદા ગ્રુપ ગ્રામપંચાયત નાં સરપંચ મથુરભાઈ વસાવા, ઝરણાવાડી માજી સરપંચ શનાભાઈ વસાવા, માજી તાલુકા પંચાયત વિરોધપક્ષનાં નેતા બહાદુરભાઈ વસાવા સહિતના અનેક કોંગ્રેસનાં કાર્યકરો આમ આદમી પાર્ટીના AAP માં જોડાયા છે.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીનાં ગુજરાત વાઇસ પ્રેસિડન્ટ નિરંજનભાઈ વસાવા, અલમવાડી નું પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અમરસીંગભાઇ વસાવા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ગોહિલ, જિલ્લા મહામંત્રી અર્જુન માછી, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા સહિત અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હ

વાત્સલ્યમ્ સમાચારના નર્મદા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....