આઈ.ટી.આઈ. ખાતે યોજાશે “નિમણૂક પત્રો, એપ્રેન્ટીસ કરારો અને રોજગાર એનાયત પત્રોનો વિતરણ સમારોહ”

આઈ.ટી.આઈ. ખાતે યોજાશે  “નિમણૂક પત્રો, એપ્રેન્ટીસ કરારો અને રોજગાર એનાયત પત્રોનો વિતરણ સમારોહ”

તા.૨૧ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર નીલકંઠભાઈ જોષી રાજકોટ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૨૧ સપ્ટેમ્બર – આગામી ૨૬-૯-૨૨ના રોજ આઈ.ટી.આઈ. અને રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે  “નિમણૂક પત્રો, એપ્રેન્ટીસ કરારો અને રોજગાર એનાયત પત્રોનો વિતરણ સમારોહ” સરકારી પોલિટેકનિકના ઓડિટોરિયમ ખાતે યોજાશે. શહેર કક્ષાના આ કાર્યક્રમમાં આશરે ૨૫૦ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાશે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયરશ્રી ડૉ પ્રદિપભાઇ ડવ ઉપસ્થિત રહેશે.

જ્યારે રાજકોટનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આઈ.ટી.આઈ. ગોંડલ ખાતે યોજાશે. જેમાં આશરે ૨૦૦ લાભાર્થીઓને વિતરણ કરાશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર ઉપસ્થિત રહેશે. રાજ્યકક્ષાના કાર્યક્રમનું અમદાવાદથી જીવંત પ્રસારણ થનાર છે.

 

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....