ડાંગ: ૧ કરોડની ખંડણી માટે નાસિકનાં બે ઈસમોનું અપહરણ કરનાર પાંચ ઈસમો સાપુતારાથી ઝડપાયા….           

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે બે ઈસમોનું અપહરણ કરી લઈ જનાર પાંચ મરાઠી ઈસમોની હથિયારો સાથે  ધરપકડ કરી….. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ મંગળવારે રાત્રીનાં અરસા દરમ્યાન સાપુતારા પોલીસની ટીમે સાપુતારા ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી સાપુતારા ચેકપોસ્ટ પર એક ગ્રે કલરની ઈનોવા ક્રિસ્ટા ગાડી તથા તેની પાછળ સિલ્વર કલરની સ્કોડા ગાડી આવતા પોલીસની ટીમે આ બન્ને ગાડીઓને માર્ગની સાઈડમાં ઉભા રાખવાનો ઈશારો કર્યો હતો.પરંતુ આ બન્ને ફોરવ્હીલ ગાડીઓઓનાં ચાલકોએ ઉભી રાખવાની જગ્યાએ સ્પીડમાં હંકારી મૂકી હતી.જેથી સાપુતારા પોલીસ મથકનાં જવાનોએ મોટરસાયકલ પર પીછો કરી ઈનોવા અને સ્કોડા ગાડીને લેક્વ્યુ ત્રણ રસ્તા પર ઓવરટેક કરી ગાડીઓ ઉભી રાખી હતી.તે દરમ્યાન ઈનોવા કારમાં પાછળની સીટ પર બેસેલ બે ઈસમો હિન્દીમાં હમે બચાવો…હમે બચાવો… હમકો ઈન લોગોને કિડનેપ કિયા હે ની બુમો પાડતા તુરંત જ પોલીસનાં જવાનોએ ગાડીને ઘેરી લઈ ચાવી કાઢી લઈ આ બન્ને ઈસમોને બહાર ઉતારી લઈ પોલીસ મથકે જાણ કરી હતી.આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા તુરંત જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને ઈનોવા અને સ્કોડા ગાડીમાં સવાર પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી.જેમાં અપહરણ કરાયેલ ઈસમોમાં યોગેશભાઈ ધર્મા ભાલેરાવ.ઉ.45.ધંધો-એલ.આઈ.સી શેર માર્કેટ રે.હનુમાનનગર આડગાવ નાસિક તથા મહેન્દ્રભાઈ  વસંતરાવ ગાયકવાડ ઉ.46 ધંધો-ડ્રાઈવર રે.ગાયકવાડ નગર ભગુર નાસિકનાઓએ સાપુતારા પોલીસને જણાવ્યુ હતુ કે તેઓ બન્ને નાસિક આડગાંવની જત્રા હોટલ પાસે રાત્રીનાં સાડા આઠ વાગ્યાનાં અરસામાં તેઓની ઈનોવા ગાડીમાં બેસવા જતા હતા.તે દરમ્યાન ઈનોવા ગાડીનો દરવાજો ખોલતા જ ગાડી પાસે  ઉભેલા ચાર ઈસમોએ અમારી નજીક આવી જબરદસ્તીથી અમોને ગાડીની પાછળની સીટ પર ધકેલી દઈ પિસ્તોલ જેવું હથિયાર બતાવતા અમો બુમો પાડવા લાગ્યા હતા.પરંતુ તેમાંથી એક ઈસમે અમોને જણાવ્યુ હતુ કે ચુપચાપ રહો ચિલ્લાઓ મત કહી ઈનોવાની ચાવી લઈ લીધી હતી.અમોને પાછળની સીટ પર ધકેલી દઈ અમારી સાથે એક માણસ બેસાડીને  કહ્યુ હતુ કે તમારી પાસેથી અમને એક કરોડ રૂપિયા જોઈએ છે.નહીંતર તમને મારી નાખીશું તેમ જણાવી અમને કિડનેપ કરી વણી તરફ લઈ ગયા હતા.અને ઈનોવાની પાછળ અપહરણકર્તાઓની બીજી કાર પણ આવી રહી હતી.આ અપહરણકર્તાઓએ બન્ને ઈસમો પાસેથી 1 કરોડની માંગણી કરી તેઓને વણી થઈ ગુજરાતનાં સાપુતારા લઈ આવ્યા હતા.પરંતુ સાપુતારા પોલીસની ટીમની સતર્કતા અને સમયસૂચકતાનાં પગલે અપહરણ કરાયેલ બન્ને ઈસમોનાં જીવ બચી ગયા હતા.હાલમાં સાપુતારા પોલીસની ટીમે અપહરણ કરનાર આરોપીઓમાં (1)વિનીત પુંડલીક ઝાલ્ટે ઉ.45 ધંધો-શેરમાર્કેટ રે.સાઈ સમર્થ દતાચોક સિડકો નાસિક (2)વિનોદ ઉર્ફે સાંઈરામ વિષ્ણુ ડાગળે ઉ.47 ધંધો-વેપાર રે.હરિસાગર સોસાયટી નાસિક (3)સંતોષ મારુતિ શિંદે ઉ.51.ધંધો-ખેતી રે.હજીમલેગ રોડ કલ્યાણ ઇસ્ટ થાણે,(4)રાહુલ કૃષ્ણકાંત ઘાયવટ ઉ.45 ધંધો-વ્યાપાર રે.નાની પાર્ક નજીક મંઝગાવ મુંબઇ,(5)ભારત દતાત્રય  દેઓરે ઉ.33 ધંધો કોન્ટ્રાક્ટર રે.ઉમરા તા.દેવલા જી.નાસિકનાઓની ધરપકડ કરી તેઓ પાસેથી પાસ પરમીટ વગરની લોખંડનાં ધાતુની દેશી બનાવટની એક પિસ્તોલ 20,000નાં કિંમતની,કારતુસ નંગ-3 જે 300 રૂપિયાનાં,એક ધારદાર છરો જે 500 રૂપિયાનો,સ્કોડા કાર 3,50,000 રૂપિયાની,મોબાઈલ ફોન નંગ 8 જે  70,500 રૂપિયા મળી કુલ 4,41,300 નો મુદ્દામાલનો કબ્જો મેળવી આગળની તપાસ સાપુતારા પી.એસ.આઈ કે.કે.ચૌધરીએ હાથ ધરી છે…

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....