જુનાગઢ મહાનગર ભાજપ ડોકટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ અને આયર્ન ટેબ્લેટ વિતરણ કેમ્પ યોજાયો

જુનાગઢ ભાજપા મહાનગર ડોકટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ અને આયર્ન ટેબ્લેટ વિતરણ કેમ્પ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ

જુનાગઢ : તા.૨૨ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાના આયોજન અંતર્ગત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ ભાજપા ડોકટર સેલના સંયોજક ડૉ શૈલેશ બારમેડા અને મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા, મહામંત્રી ભાવનાબેન વ્યાસ તથા શિતલબેન તન્નાની યાદી જણાવે છે કે ભાજપા ડોકટર સેલ અને ભાજપા મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧/૦૯/૨૦૨૨, બુધવારે જૂનાગઢ શહેરની ૩૦ થી વધુ સ્કૂલોમાં અભ્યાસ કરતી ૧૩ થી ૨૦ વર્ષની ઉંમરની આશરે ૩૦૦૦ વિદ્યાર્થીનીઓનું આધુનિક ટેકનોલોજી દ્વારા નિઃશુલ્ક હીમોગ્લોબિન ચેકઅપ અને જરૂરી હોય તેને આયર્ન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આખા ગુજરાતમાં કુલ ૭૫૦ સ્થળો પર ૭૫૦૦૦ થી વધુ દીકરીઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ કેમ્પનો લાભ લીધેલ હતો.
આખા ગુજરાતમાં વિવિધ સ્થળે એકજ દિવસે યોજાયેલ આ મેગા કેમ્પમા બીજેપી ડોકટર સેલના ૨૦૦૦ થી વધુ ડોક્ટર્સ, ૨૦૦૦ થી વધુ લેબ ટેકનીશ્યન અને ખૂબ જ મોટી સંખ્યામાં પાર્ટીના મહિલા મોરચાના કાર્યકર બહેનોએ સેવા આપી કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાના આયોજન અંતર્ગત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ, સુપોષણ અભિયાન અંતર્ગત યોજાયેલ આ મેગા કેમ્પ સંખ્યાની દ્રષ્ટિએ એક વિશ્વ રેકોર્ડ બનશે તેમ જુનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજયભાઈ પંડ્યાની યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારના જુનાગઢ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....